ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા, જેમાંથી ૧,૪૭,૪૨૭ હેન્ડસેટ ટ્રેસ થયા છે અને ૭૪,૮૨૩ મોબાઈલ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના છ મહિનામાં ગુજરાતમાં આણંદ જિલ્લો પ્રથમ, ડાંગ જિલ્લો દ્વિતીય અને અમદાવાદ શહેર તૃતીય ક્રમે

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને બ્લોક કરવા અને તેને ઝડપથી શોધી કાઢવા માટે કાર્યરત 'સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર' (CEIR) પોર્ટલના શ્રેષ્ઠ અમલીકરણ બદલ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયા (LSA) દ્વારા ગુજરાત પોલીસના સહયોગથી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓના નોડલ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું છે. તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આયોજિત વિશેષ સમારોહમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓને શીલ્ડ તેમજ પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા.

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના તા.૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના પરફોર્મન્સ ડેટા મુજબ રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓમાં આણંદ, ડાંગ અને અમદાવાદ શહેરની કામગીરી શ્રેષ્ઠ રહી છે. જેમાં પ્રથમ ક્રમમાં આણંદ જિલ્લાના સાયબર સેલ, પી.આઈ. શ્રી જયમીન ડોડિયા, દ્વિતીય ક્રમમાં ડાંગ જિલ્લાના એલ.સી.બી. પી.એસ.આઈ. શ્રી જે. જી. અનડકટ તેમજ તૃતીય ક્રમમાં અમદાવાદ શહેરના એ.એસ.આઈ. શ્રી ભાવેશકુમાર વિષ્ણુપ્રસાદ અને પો.કો. શ્રી હાર્દિકસિંહ જયંતીલાલ એ શ્રેષ્ઠ કામગીરી કરી છે. આ અધિકારીઓએ ટેકનોલોજી આધારિત અને સિટીઝન સેન્ટ્રીક પોલીસિંગ દ્વારા ગુમ કે ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટ ટ્રેસ તેમજ રિકવર કરવામાં પ્રશંસનીય સિદ્ધિ મેળવી છે.

મોટા રાજ્યોમાં ૫૦.૭૫% રિકવરી રેટ સાથે ગુજરાત અગ્રેસર રહ્યું છે. તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ સુધીના ડેટા એનાલિસિસ મુજબ, સમગ્ર દેશમાં મોબાઈલ રિકવરીનો સરેરાશ દર ૩૭.૪% રહ્યો છે, જેની સરખામણીએ ગુજરાતે ૫૦.૭૫% નો ઊંચો રિકવરી રેટ હાંસલ કરીને દેશના મોટા રાજ્યોમાં બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંથી ૧,૪૭,૪૨૭ હેન્ડસેટ ટ્રેસ થયા છે અને ૭૪,૮૨૩ મોબાઈલ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા છે. ગત વર્ષે ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ગુજરાતનો રિકવરી દર ૪૧% હતો, જેમાં આ વર્ષે ૯.૭૫ ટકાવારી પોઈન્ટનો નોંધપાત્ર વધારો આવ્યો છે.

આ એવોર્ડ વિતરણ સમારોહ સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવેઝના ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવ તેમજ DoT ગુજરાત LSA ના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી ગિરીશ કટારિયાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.

જાહેરાતAdvertisement

ગુજરાત પોલીસ અને DoT વચ્ચેનું મજબૂત સંકલન મોબાઈલ ઉપકરણોના દુરુપયોગને રોકવા, નાગરિકોના કિંમતી મોબાઈલ પરત મેળવવા તેમજ સાયબર છેતરપિંડીના બનાવોને ડામવામાં અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યું છે.