સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ખોખરા હિન્દી શાળા નંબર-4 ખાતે બંધારણના આમુખના સામૂહિક વાંચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલ ભટ્ટ, સ્થાનિક કોર્પોરેટર શ્રી નયન બ્રહ્મભટ્ટ અને કોર્પોરેટર શ્રીમતી સોનલબા સરવૈયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરાતAdvertisement

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ બંધારણના આમુખનું વાંચન કરી ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોને આત્મસાત કરવાનો સંદેશ આપ્યો હતો.