પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના લોકમોટિવ શેડ, સાબરમતી દ્વારા સામાજિક જવાબદારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા 07 નવેમ્બર, 2026ના રોજ એક પ્રશંસનીય દાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતર્ગત શેડના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના ઉદ્દેશ્યથી વિવિધ ઉપયોગી વસ્તુઓ રોબિન હૂડ આર્મી (NGO) ને દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.

આ અભિયાન દરમિયાન પુરુષો, મહિલાઓ અને બાળકો માટે ઉપયોગી કપડાં, બાળકોનાં રમકડાં તેમજ તેમના શિક્ષણમાં ઉપયોગી સ્ટેશનરી સામગ્રી એકત્રિત કરવામાં આવી હતી અને રોબિન હૂડ આર્મીના પ્રતિનિધિઓને સોંપવામાં આવી હતી. આ ઉમદા કાર્યમાં લોકમોટિવ શેડના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાનું યોગદાન આપ્યું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ પ્રસંગે અમદાવાદના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી વેદ પ્રકાશે કર્મચારીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની સામાજિક પહેલો જરૂરિયાતમંદ અને વંચિત વર્ગોને મદદરૂપ થવાની સાથે સમાજમાં સેવા, સહયોગ અને સંવેદનશીલતાનો સકારાત્મક સંદેશ પણ આપે છે. તેમણે કર્મચારીઓના આ પ્રશંસનીય પ્રયાસની સરાહના કરી હતી તેમજ ભવિષ્યમાં પણ આવી સામાજિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને આ પ્રકારની પહેલોને સતત ચાલુ રાખવા માટે પ્રેરિત કર્યા હતા.

આ પહેલ માત્ર જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ઉપયોગી સહયોગ પૂરો પાડશે એટલું જ નહીં, પરંતુ રેલવે કર્મચારીઓમાં સામાજિક જવાબદારી, માનવીય સંવેદના અને સામુદાયિક સેવાની ભાવનાને પણ પ્રોત્સાહન આપશે. અમદાવાદ મંડળની આ પહેલ સમાજના નબળા વર્ગો પ્રત્યે સંવેદનશીલતા અને સહયોગની ભાવનાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.