અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓને ડામવા માટે રાજ્ય પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ યુનિટની ટીમને સોંપવામાં આવેલી કામગીરી દરમિયાન માલપુર પોલીસ સ્ટેશનની હદમાં મોટી કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ યુનિટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સીસોદિયાની ટીમે અરવલ્લી જિલ્લાના અણીયોરથી ઉભરાણ ગામ તરફ જતા રોડ ઉપર હાથીખાંટના મુવાડા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની આશરે ૬૬ પેટીઓ, કુલ ૨,૯૦૦ જેટલી બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂ. ૬,૧૭,૭૮૪/-થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત એક વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૬,૧૭,૭૮૪/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાત રાજ્યમાં દારૂનો જથ્થો મંગાવનાર તેમજ દારૂ ભરીને લાવનાર ગાડીના માલિક અને ચાલક સહિત અન્ય ત્રણ આરોપીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સ્ટેટ મોનિટરિંગ યુનિટની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર નેટવર્કમાં સંડોવાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
રાજસ્થાનના ત્રણ શખ્સો સહિત વોન્ટેડ
૧. ગોપાલસિંહ કિશોરસિંહ રાજાવત, રહે. કુંડલી, ડુંગરપુર, રાજસ્થાન.
૨. રાજીવ મીણા, રહે. જોતરી ગામ, ડુંગરપુર, રાજસ્થાન.
૩. જવાનસિંહ મોડસિંહ રાજપુત, રહે. રાજપુર સુન્ધીયાવાડા, સલુંબર, રાજસ્થાન.

બીજા છ વોન્ટેડ શખ્સો

