અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના માંધરી ગામની સીમમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. ગામના ખેડૂતના ખેતરમાં આવેલા પશુઓના તબેલામાં બાંધેલા જર્મન શેફર્ડ જાતિના શ્વાનનું દીપડાએ મારણ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ, માંધરી ગામના ખેડૂત રમણભાઈ નારાયણભાઈ પટેલના ખેતરમાં આવેલા પશુઓના તબેલામાં જર્મન શેફર્ડ જાતિનો શ્વાન બાંધવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રિના સમયે દીપડાએ તબેલામાં આવી શ્વાન પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ખેતરોમાં કામ કરતા ખેડૂતો તેમજ પશુઓને ચરાવવા લઈ જતા પશુપાલકોમાં પણ દીપડાના હુમલાની દહેશત ફેલાઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં રહેતા ખેડૂતો અને ખેતમજૂરોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.

આ ઘટનાને પગલે ગ્રામજનોએ વનવિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવી દીપડાના આંટાફેરા અંગે તપાસ કરે તેમજ દીપડાને પાંજરે પૂરી માનવજીવન અને પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી પ્રબળ માંગ ઉઠાવી છે.