અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઉ ટાડા ગામે વીજ કંપનીની બેદરકારીના કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ બારોટ કીર્તિકુમારના મઉ ટાડા ખાતે આવેલા ખેતરમાંથી પસાર થતા વીજળીના થાંભલા પરના તાર લાંબા સમયથી ઢીલા હોવાના કારણે પવનમાં એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા. દરમિયાન વીજતારના ઘર્ષણથી તણખા ઝરતાં ખેતરમાં કાપીને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવેલું ઘાસ અને ઝાડના પૂળામાં આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘાસના પૂળા બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ ઘટનાને પગલે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે. વીજ કંપની દ્વારા વીજતારોની સમયસર મરામત અને યોગ્ય જાળવણી કરવામાં આવી હોત તો આવી દુર્ઘટના ટાળી શકાઈ હોત તેવી લાગણી ખેડૂત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતને થયેલા નુકસાન અંગે વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ સ્થળ તપાસ કરી યોગ્ય વળતર ચૂકવે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ઢીલા વીજતારોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

