અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થામાં ગેરરીતિ થયાની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. મેઘરજ તાલુકાની ધી નારણપુર સેવા સહકારી મંડળીમાં સરકારી અનાજના જથ્થાની તપાસ દરમિયાન ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં મોટી ઘટ હોવાનું સામે આવ્યું છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ માટે ફાળવવામાં આવતા અનાજના જથ્થામાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વચ્ચે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, દુકાનમાં અનાજના જથ્થાની ઘટ છુપાવવા માટે ઘઉંનાં બારદાનમાં અન્ય ચીજવસ્તુઓ ભરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. ઘઉંની થેલીઓમાં યુરિયા ખાતર ભરવામાં આવ્યું હોવાની સાથે ચણા દાળ અને તુવેર દાળનો જથ્થો પણ ઘઉંનાં બારદાનમાં ભરી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે બારદાનમાં અન્ય વસ્તુઓ ભરીને અનાજનો જથ્થો દર્શાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ સમગ્ર મામલે સરકારી અનાજના જથ્થાની ચકાસણી દરમિયાન ઘઉંના 3,716 કિલો, ચોખાના 2,683 કિલો અને ખાંડના 695 કિલો જથ્થાની ઘટ હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો ઓછો હોવાનું ધ્યાન પર આવતાં પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતાં મેઘરજ પુરવઠા વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સ્થળ તપાસ કર્યા બાદ ટીમે અહેવાલ તૈયાર કરી જિલ્લા પુરવઠા વિભાગને સુપરત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે તપાસમાં કયા તથ્યો સામે આવે છે અને જવાબદારો સામે કેવાં પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.
સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી ગાયબ થયેલા જથ્થા અંગે જવાબદારી નક્કી કરવામાં આવે અને દોષિત જણાય તેવા લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.
મેઘરજ તાલુકાના પાણીબાર ગામે ધી નારણપુર ગ્રુપ સેવા સહકારી મંડળી સંચાલિત સરકાર માન્ય વાજબી ભાવની દુકાનમાં ગેરરીતિઓ જણાતાં પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ રાખવાનો તથાજિલ્લા પુરવઠા કચેરી તેમજ તાલુકા કક્ષાએથી કરવામાં આવેલ વાજબી ભાવની દુકાનોની તપાસણીમાં જણાયેલ ગેરરિતીઓ આધારે કુલ-૧,૧૬,૪૯૪/- રૂપિયાનો દંડ વસુલવા હુકમો કરવાનો હુકમ કરાયો છે

