યાત્રાધામ શામળાજી ખાતે દિવાળીના પાવન પર્વની શરૂઆત નિમિત્તે સેવાભાવી ગોપાલભાઈ પટેલ અને તેમના મિત્રોએ અનોખી સેવાપ્રવૃત્તિ હાથ ધરી હતી. ગોપાલભાઈ પટેલના મિત્ર અનિશભાઈના જન્મદિવસને યાદગાર બનાવવા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શુદ્ધ ઘીના મોહનથાળનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંદાજે 1500 કિલો મોહનથાળ તૈયાર કરી 1500 પેકેટ ડબ્બામાં પેકિંગ કરવામાં આવ્યા હતા. શામળાજી તથા આસપાસના વિસ્તારોમાં રહેતા ગરીબ અને અનાથ બાળકો સુધી મીઠાઈ પહોંચે તે માટે આંગણવાડીના સી.ડી.પી.ઓ. ગાગીબેન પટેલ તથા આંગણવાડી ની બહેનોએ ઘરે-ઘરે જઈ પેકેટોનું વિતરણ કર્યું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષથી દિવાળીના પર્વે આ સેવાકાર્યનું આયોજન કરવામાં આવે છે. આ ઉમદા કાર્યમાં ગોપાલભાઈ પટેલ, ડૉ. પ્રવીણભાઈ પટેલ સહિત તેમના મિત્રોએ સહયોગ આપ્યો હતો. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર ખુશી લાવવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ અને સરાહનીય બન્યો હતો.

