અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ભેરુંડા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં આગ લાગતાં અંદર રાખેલો ભંગાર સહિતનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસાના ભેરુંડા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનમાં મોટી માત્રામાં ભંગારનો સામાન રાખવામાં આવ્યો હોવાથી આગની લપેટમાં આવી જતાં સામાન બળીને ખાખ થયો હતો. ગોડાઉનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને કારણે અંદર રહેલા સામાનને મોટું નુકસાન થયું હોવાનું મનાય છે. જોકે, આગ કયા કારણોસર લાગી અને કેટલા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે તે અંગેની ચોક્કસ વિગતો સામે આવી નથી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
કૌશિક સોની ભિલોડા

