ભારતના સંવિધાનની ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં દર વર્ષે ૨૬ નવેમ્બર ના રોજ બંધારણ (સંવિધાન) દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે ઉપક્રમે સમગ્ર રાજયમાં તા. ૨૬-૧૧-૨૦૨૬ના રોજ ભારતના સંવિધાનને અપનાવ્યાના ૭૭મા વર્ષની ઉજવણી કરવામાં આવી. વિશ્વના અનેક દેશોના બંધારણનો અભ્યાસ કર્યા બાદ ડૉ. બાબા સાહેબ આંબેડકરે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના લેખિત બંધારણ માટે બંધારણ સમિતિની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે એક ઐતિહાસિક કામગીરી કરેલ હતી. જેનું ફળ ભારતના કરોડો લોકોને મળી રહ્યું છે.
ભારતના બંધારણ અને લોકશાહીના મૂલ્યો પ્રત્યે આદર વ્યક્ત કરવા, બંધારણની સર્વોપરિતા દર્શાવવા તેમજ લોકોમાં બંધારણીય અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતના બંધારણના ૬૦ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે ગુજરાત રાજયના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલ દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સુરેન્દ્રનગર ખાતે તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ 'સંવિધાન ગૌરવ યાત્રા'નું આયોજન કરી ભારતના બંધારણ (સંવિધાન)ની હાથી પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેયરશ્રી હિતેશભાઇ બારોટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ૪૬૦ શાળાઓમાં સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે અમરાઇવાડી ગુજરાતી શાળા નં. ૧
ખાતે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સંસદસભ્યશ્રી દિનેશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં કિંજલબેન પ્રજાપતિએ ભારતના સંવિધાનના આમુખનું સુંદર પઠન કર્યું અને ઉશીકા ઉત્તમભાઈ પરમારે ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા રચિત બંધારણ અંગે સવિસ્તૃત જાણકારી આપીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંસદસભ્યશ્રી દિનેશભાઈ મકવાણાએ ભારત આઝાદ થયા પછી અશિક્ષિત અને વંચિત સમુદાયના લોકો માટે શિક્ષણ અંતર્ગત થયેલા કામ અને વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણ અંગે માહિતી આપી અને જણાવ્યું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકર એ બંધારણ સભાના સભ્યોની મહેનતથી આપણને સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય મળી રહ્યો છે તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે, “મારા માટે સર્વોપરી ધર્મગ્રંથ ભારતનું બંધારણ છે”. બંધારણ આપણને માત્ર હકો નથી આપતું પણ ફરજો પણ યાદ કરાવે છે. ૧૪૦ કરોડ ભારતીયો માટે તે માર્ગદર્શિકા છે. આજના પવિત્ર દિવસે આપણે સંકલ્પ કરીએ કે બંધારણનું સન્માન કરીશું અને દેશની પ્રગતિમાં યોગદાન આપીશું. સંસદ સભ્યશ્રીએ ઉમેર્યું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકર કોઈ એક સમાજના નેતા નહોતા પરંતુ સર્વ સમાજ ખાસ કરીને શિક્ષણથી વંચિત અને ગરીબ પરિવારોના તેઓ મસિહા બન્યા. આજે તમામ સમાજો થકી બિનસાંપ્રદાયિક દેશની અંદર આપણે આપણા હકો - ફરજોના સન્માન સાથે ભારતને વિશ્વ ગુરુ બનાવવાની દિશામાં આગળ વધીએ એ જ મંગલકામના.
મ્યુનિ. શાળાઓમાં સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ અમદાવાદ પશ્ચિમના સંસદસભ્યશ્રી દિનેશભાઇ મકવાણા, અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, સર્વશ્રી શ્રી અમિતભાઇ શાહ, શ્રી જીતેન્દ્રભાઇ પટેલ, ડૉ. હર્ષદભાઇ પટેલ, શ્રી અમુલભાઇ ભટ્ટ, શ્રી અમિતભાઇ ઠાકર, શ્રી કૌશિકભાઇ જૈન, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રીમતિ કંચનબેન રાદડીયા, ડે. મેયર શ્રીમતિ અંજૂબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી કમલેશભાઇ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઇ ઠાકોર, સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી પ્રજ્ઞેશભાઇ પટેલ, શહેર મહામંત્રીશ્રી ઉમંગભાઇ નાયક, ભૂતપૂર્વ સંસદસભ્યશ્રી ડૉ. કિરિટભાઇ સોલંકી, પૂર્વ ધારાસભ્યશ્રી ભૂષણભાઇ ભટ્ટ, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેનશ્રી અંકિતભાઇ રાઠોડ, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ, મ્યુનિ. કાઉન્સિલરશ્રીઓ, એસ.એમ.સી. સભ્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મળીને કુલ ૧ લાખ કરતાં વધારે લોકોની હાજરીમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ૪૬૦ મ્યુનિ. શાળાઓમાં બંધારણના આમુખનું વાંચન કરીને સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

