રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), નારણપુરા ભાગ દ્વારા JOIN RSS અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસ્તારના સ્વયંસેવકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને વિવિધ શાળાઓના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ જોડાતાં સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઊઠ્યું હતું.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના શ્રી હર્ષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે સહજ ભાષામાં સંવાદ સાધી શાળા, શિક્ષણ, સંસ્કાર તેમજ માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે આદર જેવા મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે બાળકોને દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેવી પાંચ મુખ્ય પ્રતિજ્ઞાઓ પણ લેવડાવી હતી.

કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી પ્રદીપભાઈ જૈન (ટ્રસ્ટીશ્રી, VSK)એ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં સંઘની સ્થાપના, તેનો ઇતિહાસ અને સંઘર્ષની ગાથા સરળ ભાષામાં રજૂ કરી હતી. સાથે જ તેમણે સંઘ દ્વારા પ્રસ્તાવિત ‘પંચ પરિવર્તન’ના વિષયો પર બાળકો અને ઉપસ્થિત સ્વયંસેવકોનું ધ્યાન દોર્યું હતું.
આ પ્રસંગે નારણપુરા ભાગના સંઘચાલક શ્રી હર્ષભાઈ શાહ, ભાગ કાર્યવાહ શ્રી દીપકભાઈ પટેલ, સહભાગ કાર્યવાહ શ્રી જીગરભાઈ પટેલ, ભાગ પ્રચારક શ્રી વિજયભાઈ ઠક્કર તેમજ પ્રાંત નશામુક્તિ સંયોજક શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વયંસેવકોના ઉત્સાહ અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.

