કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને સંસ્કૃતિનો પાયો તેની નારીશક્તિ પર રહેલો છે. જ્યારે વાત દીકરીઓના સ્વાસ્થ્યની હોય, ત્યારે લેવાયેલું એક સચોટ પગલું આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી દે છે. ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે આવો જ એક અભૂતપૂર્વ ઇતિહાસ રચ્યો છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગર્ભાશયના મુખના કેન્સર -સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગ સામે દીકરીઓને આજીવન રક્ષણ આપવાના અભિયાનને ગુજરાતે એક 'મહાયજ્ઞ'ની જેમ ઉપાડ્યું છે. અત્યાર સુધીમાં ૭.૭૫ લાખથી વધુ કિશોરીઓને HPV રસીનું સુરક્ષાકવચ પૂરું પાડીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ HPV રસીકરણ અભિયાન સમગ્ર દેશમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, દેશમાં અત્યાર સુધીમાં ૧ કરોડથી વધુ HPV રસીના ડોઝ આપીને ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ફરી એકવાર ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતની આ અગ્રેસર કામગીરી અને પ્રથમ સ્થાન બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડા તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર ‘X’ હેન્ડલ (@JPNadda, @MoHFW_INDIA) પરથી ગુજરાતને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતે સર્વાઇકલ કેન્સર જેવા અતિ ગંભીર રોગ સામે HPV રસીકરણ અભિયાન થકી દીકરીઓને આજીવન રક્ષણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત, રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ગુજરાતે મે મહિનામાં જ ૧૦૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રાજ્ય સરકારની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને કેન્દ્ર સરકારે ૭ સપ્ટેમ્બરે ગુજરાત માટે વધુ ૨.૭૨ લાખ HPV રસીના ડોઝ ફાળવ્યા હતા. આ અભિયાનને વધુ વેગ આપવા માટે ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા 'સેવા પર્વ' હેઠળ તા.૧૭થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન રસીકરણ ઝુંબેશનો પુનઃપ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ઝુંબેશ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિને માત્ર એક જ દિવસમાં ૭૧,૦૦૦થી વધુ દીકરીઓનું સફળ રસીકરણ કરીને ઐતિહાસિક સિદ્ધિ સાથે નવો વિક્રમ નોંધાયો હતો. માત્ર ૧૦ દિવસના આ 'સેવા પર્વ' દરમિયાન કુલ ૧.૪૭ લાખથી વધુ કિશોરીઓને સુરક્ષાકવચ પૂરું પાડીને સરકારે નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. આ સાથે અત્યાર સુધીમાં ૧૪ વર્ષની વયમર્યાદા ધરાવતી અંદાજે ૭.૭૫ લાખ કિશોરીઓને HPV રસીકરણ હેઠળ આવરી લેવામાં આવી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ ઐતિહાસિક સિદ્ધિ અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવવા બદલ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્ડ સ્તરથી લઈને જિલ્લા અને રાજ્ય કક્ષા સુધીના તબીબો, નર્સિંગ સ્ટાફ, આશા વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓની અથાગ મહેનત તથા સમર્પણના કારણે જ આ રસીકરણ અભિયાન સફળતાના નવા શિખરો સર કરી શક્યું છે.

