જગતપુર ખાતેના AMCના પ્લોટમાં ગરબા આયોજકે ડિપોઝિટ અને ભાડાના રુપિયા ભર્યા વિના ગરબા યોજ્યા હોવાથી પ્લોટને સીલ કરાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની સાપ્તાહિક બેઠક દર ગુરુવારે યોજવામાં આવે છે. જે અંતર્ગત ગુરુવાર, તા. 15 ઑક્ટોબર, 2026ના રોજ યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિટીના ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલે મહાનગરપાલિકાના વહીવટી કામકાજને લગતા વિવિધ વિષયો પર ચર્ચા કરી. ચેરમેનશ્રી કમલેશભાઇ પટેલે જણાવ્યું કે, જગતપુર પાસે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં આશિષ પટેલ નામના ગરબા આયોજકે ગરબાનું આયોજન કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી, અને અરજીમાં ડિપોઝિટ અને ભાડા સાથે કુલ 39 લાખ રૂપિયા ભરવાના થતા હતાં. ઓનલાઇન અરજીના આધારે તેમને પૈસા ભરવા માટેની ડિમાન્ડ નોટ ફાળવવામાં આવી હતી. આ ગરબા આયોજકે પૈસા ભર્યા ન હતાં. જે ધ્યાને આવતા આજના દિવસની બપોર સુધીની પૈસા ભરવાની મુદ્દતની માંગણી કરવામાં આવી હતી. તેમ છતાંય પૈસા ન ભરાતા પ્લોટ સીલ કરવામાં આવેલ છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

વધુમાં ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, ગત તા.10 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર લાંભા વિસ્તારમાં રહેતી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં પડી જવાની દુઃખદ ઘટના બની હતી. આશરે 40 ફૂટ ઊંડી ગટરમાં બાળકી પડ્યા બાદ ફાયર બ્રિગેડ સહિતના સંબંધિત વિભાગો દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, ઘટનાના છ દિવસ જેટલો સમય વીતી જવા છતાં બાળકીની કોઈ ભાળ મળી નથી.બાળકીની શોધખોળની કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ગટરથી પમ્પિંગ સ્ટેશન સુધીના વિસ્તાર તેમજ પમ્પિંગ સ્ટેશનથી સાબરમતી નદીના કિનારા સુધીની ગટર લાઇનની CCTV પદ્ધતિથી ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. આ ચકાસણી દ્વારા બાળકી અંગે કોઈ મહત્વપૂર્ણ કડી મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ઠંડીની મોસમમાં મોટી સંખ્યામાં વિવિધ પક્ષીઓ જોવા મળે છે. સામાન્ય નાગરિકો અને પક્ષીપ્રેમીઓ પક્ષીઓને નજીકથી નિહાળી શકે તેમજ તેમના વિશે વધુ જાણકારી મેળવી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે “વિંગ્સ ઓવર કાંકરિયા” દેશી-વિદેશી પક્ષીઓને દૂરબીનથી વિષય નિષ્ણાત ગાઇડના માર્ગદર્શનમાં અવલોકન કરવાના, પક્ષીઓ વિશે જાણવાના અદ્દભુત નવતર પ્રયોગને મંજૂરી અપાઇ છે. આ માટે કોર્પોરેશન દ્વારા બાયનોક્યુલર ખરીદવામાં આવશે. કાંકરિયા ઝૂના સ્ટાફ દ્વારા દરરોજે સવાર અને સાંજે બે કલાક માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવાનું આયોજન હાથ ધરવામાં આવશે.

આ વ્યવસ્થા હેઠળ ઝૂનો સ્ટાફ મુલાકાતીઓને પક્ષીઓની ઓળખ, તેમની વિશેષતાઓ અને અન્ય સંબંધિત માહિતીથી માહિતગાર કરશે. આ પહેલથી કાંકરિયા ખાતે આવતા નાગરિકો, બાળકો અને પક્ષીપ્રેમીઓને પક્ષીજગતને નજીકથી જાણવાની તક મળશે તેમજ પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળશે.

આ ઉપરાંત વધુમાં ચેરમેનશ્રીએ જણાવ્યું કે, દશેરાના તહેવાર દરમિયાન ફાફડા-જલેબીના સ્ટોલ્સ નાંખીને ફાફડા-જલેબીનો વેપાર કરતા સ્ટોલ્સ ધારકોનાં ફૂડની ક્વોલિટીને તપાસવા માટે કોર્પોરેશનનાં ફૂડ વિભાગને સૂચના આપવામાં આવી છે. તેમજ ફૂટપાથ ઉપર તેઓનું દબાણ ન થાય તે જોવા સૂચના આપવામાં આવી છે.