અરવલ્લી જિલ્લાના નવા કલ્લેકા મુકામે શ્રી દક્ષિણ બારેશી આંજણા ચૌધરી પટેલ સમાજની જનરલ સભા, તેજસ્વી તારલાઓના સન્માન અને વિશિષ્ટ પ્રતિભાઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શંભુભાઈ એમ. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.વિશિષ્ટ પ્રતિભાઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભે શિક્ષક જીતેન્દ્રભાઈ વી. પટેલે ગામ અને સમાજ વતી સૌ મહેમાનોનું આત્મીય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સમાજના મંત્રીશ્રીએ વાર્ષિક હિસાબો અને અહેવાલ રજૂ કરી સમાજની વિવિધ પ્રવૃત્તિઓ તથા વિકાસલક્ષી કામગીરીની માહિતી આપી હતી.
આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓનું અભિવાદન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

મલાસાના વતની અને નાંદોજ હાઈસ્કૂલના આચાર્ય હસમુખભાઈ પટેલે આગામી વર્ષે તેજસ્વી તારલાઓના સન્માન માટે ઈનામ દાતા બનવાની જાહેરાત કરી હતી, જેને સમાજે ઉત્સાહભેર વધાવી લીધી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. ભીખાભાઈ કે. પટેલે કર્યું હતું, જ્યારે ભગવાનભાઈ એન. પટેલે આભારવિધિ કરી હતી. ગામના યુવાનો, વડીલો અને બહેનોએ સુંદર વ્યવસ્થાઓ સંભાળી આતિથ્યભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.સમાજની એકતા, શિક્ષણ, સંસ્કાર અને સહકારના સંદેશ સાથે આ સમારોહ યાદગાર બન્યો હતો.

