અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID અને TV BRICS વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યો છે. નવી દિલ્હીના NID સેન્ટર ખાતે 11 સપ્ટેમ્બર, 2026ના રોજ થયેલા આ કરારથી વિદ્યાર્થીઓના સર્જનાત્મક કાર્યોને વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. સાથે જ મીડિયા, ફિલ્મ, ડિઝાઇન અને વિઝ્યુઅલ કમ્યુનિકેશન ક્ષેત્રે શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પણ વેગ મળશે.

NID અમદાવાદ અને TV BRICS વચ્ચે થયેલા આ એમઓયુનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રતિભાને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો છે. આ ભાગીદારી અંતર્ગત વિદ્યાર્થીઓના ફિલ્મ, વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને ડિઝાઇન રિસર્ચ જેવા સર્જનાત્મક કાર્યોને TV BRICSના વૈશ્વિક મીડિયા નેટવર્ક મારફતે પ્રદર્શિત કરવાની તક મળશે.

જાહેરાતAdvertisement

આ ઉપરાંત BRICS નેટવર્ક સાથે જોડાયેલા દેશોમાં તૈયાર થયેલી ફિલ્મો અને અન્ય સર્જનાત્મક કૃતિઓનું NID અમદાવાદ ખાતે સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. જેના કારણે ભારત અને BRICS દેશો વચ્ચે ફિલ્મ, ડિઝાઇન, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે પરસ્પર આદાન-પ્રદાન વધુ મજબૂત બનશે.

NID અમદાવાદના ડિરેક્ટર ડૉ. અશોક મોંડલે આ એમઓયુને ડિઝાઇન ડિપ્લોમસી તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારત BRICSની અધ્યક્ષતા કરી રહ્યું છે અને 18મી BRICS સમિટનું યજમાન બન્યું છે ત્યારે આ ભાગીદારી વધુ મહત્વપૂર્ણ છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘Design in India, Design for the World’ના વિઝનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, TV BRICSની વૈશ્વિક પહોંચના માધ્યમથી NIDના ફિલ્મ અને વીડિયો કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓનું સર્જનાત્મક કામ આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સુધી પહોંચાડી શકાશે.

TV BRICS તરફથી CEO અને એડિટર-ઇન-ચીફ જન્ના ટોલ્સ્ટિકોવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે NID અમદાવાદ તરફથી પણ સંબંધિત અધિકારીઓ અને ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

TV BRICS છ ભાષાઓમાં કાર્યરત ટેલિવિઝન ચેનલોનું નેટવર્ક છે, જે BRICS+ દેશોની છબી અને સંસ્કૃતિને ફિલ્મ તથા ટેલિવિઝનના માધ્યમથી વિશ્વ સમક્ષ રજૂ કરે છે. નેટવર્ક રશિયન, અંગ્રેજી, ચાઇનીઝ, પોર્ટુગીઝ, સ્પેનિશ અને અરબી ભાષામાં સમાચાર, ડોક્યુમેન્ટરી ફિલ્મો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.

આ એમઓયુથી NIDના વિદ્યાર્થીઓ, ફિલ્મમેકર્સ, સંશોધકો અને ફેકલ્ટી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી તકો ઊભી થવાની સાથે ભારત અને BRICS દેશો વચ્ચે સર્જનાત્મક તથા સાંસ્કૃતિક સંબંધોને પણ નવી દિશા મળશે.