ઓગડ તાલુકાના રાજપુર સ્થિત ગોવર્ધન ગ્રીન ખાતે આગામી તારીખ ૨૭ નવેમ્બરથી ૪ ડિસેમ્બર દરમિયાન પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત કથા તથા ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વસમાજની શ્રદ્ધા, સંગઠનશક્તિ અને સનાતન સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતો આ મહોત્સવ ભક્તિ અને માનવતાનો ત્રિવેણી સંગમ બની રહેશે.
સામૂહિક શક્તિ અને સામાજિક સમરસતાનું પ્રતીક

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ ધાર્મિક મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ એક વ્યક્તિ કે પરિવારનો કાર્યક્રમ ન રહેતા, સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી અને સહભાગિતાનું પવિત્ર માધ્યમ બન્યો છે. આજના સમયમાં જ્યારે સામાજિક એકતાની વાતો થાય છે, ત્યારે રાજપુરની આ પહેલ શબ્દોને બદલે કાર્યથી સમાજને એક મંચ પર લાવવાની મજબૂત મિસાલ પૂરી પાડશે.
ભક્તિ, જ્ઞાન અને સેવાનો મહાયજ્ઞ
કથા દરમિયાન પૂજ્ય ભાઈશ્રીની અમૃતવાણી દ્વારા શ્રોતાઓને ધર્મ, કર્મ, કર્તવ્ય અને સંસ્કારોનું ભાથું મળશે. આ સાથે જ યોજાનાર ભંડારા મહોત્સવમાં પ્રેમ, સમરસતા અને નિઃસ્વાર્થ સેવાભાવની અનોખી અનુભૂતિ થશે. સંતો-મહંતોના આશીર્વાદ અને ભક્તોની ઉપસ્થિતિથી રાજપુરની પાવન ધરા પર આધ્યાત્મિક ચેતનાનો સંચાર થશે, જે આવનારી પેઢીઓ માટે સંસ્કાર અને એકતાનું પ્રેરણાદાયી પાથેય બની રહેશે.
સર્વેના સહયોગથી આયોજનને આખરી ઓપ

સમગ્ર ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે સંયોજક અમૃતભાઈ આલ દ્વારા સમાજના આગેવાનો, સંતો-મહંતો, વડીલો, યુવાનો અને ધર્મપ્રેમી ભક્તજનોને સાથે રાખીને સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ આયોજન કોઈ વ્યક્તિગત પ્રતિષ્ઠા માટે નહીં, પરંતુ સમગ્ર સમાજની શ્રદ્ધા અને એકતાશક્તિના વિરાટ દર્શન માટે થઈ રહ્યું છે.
આ પવિત્ર અવસર પર પૂજ્ય ભાઈશ્રીની ભાગવત કથાનું રસપાન કરવા અને ભંડારા મહોત્સવમાં સહભાગી થવા માટે સમગ્ર પંથકના ધર્મપ્રેમી લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

