*આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રાજ્યવ્યાપી ઝુંબેશ: ૧,૪૭૭ સ્થળો પર સઘન તપાસ*

**************

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

*રાજ્યની ૬૯૧ મુખ્ય હાઈવે હોટેલોમાં તપાસ: ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ ૧૭૫ હોટેલોને નોટિસ; આરોગ્ય

રાજ્યના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત આઈસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટના એકમો તથા મુખ્ય હાઈવે હોટેલો મળીને રાજ્યભરમાં કુલ ૧,૪૭૭ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની કામગીરી ઝુંબેશ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની તપાસ હેઠળના કુલ ૭૮૬ એકમો પૈકી ૫૯૦ એકમોમાં માત્ર આઈસ્ક્રીમ, ૩૨ એકમોમાં ફક્ત ફ્રોઝન ડેઝર્ટ અને ૧૬૪ એકમોમાં બંનેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નિર્દેશ બાદ ગ્રાહક હિતના રક્ષણ અને સ્પષ્ટ જાણકારી માટે સંબંધિત આઈસ્ક્રીમના એકમોમાં ફરજિયાત બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેથી આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ આપીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી ન શકાય.

જાહેરાતAdvertisement

વધુમાં, મંત્રી શ્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય હાઈવે પરની કુલ ૬૯૧ હોટેલોની તપાસમાં ૧૭૫ હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસાતો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ એકમોને નોટિસ ફટકારાતા સંચાલકોએ સ્વયંભૂ બંધ રાખીને સફાઈ કરી ફૂડ સેફ્ટીના કાયદામાં જણાવ્યા મુજબ સુધારા કર્યા હતા, જ્યારે સંતોષકારક સ્થિતિ ધરાવતી અન્ય ૫૧૬ હોટેલોને પણ વધુ સુધારા માટે સૂચના અપાઈ હતી.

વધુમાં, તપાસ દરમિયાન ૧૪ હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને તેના નમૂના લઈને લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જો પૃથક્કરણ રિપોર્ટમાં નમૂના નિષ્ફળ જશે કે કોઈ ગંભીર ખામી જણાશે, તો સંબંધિત હોટેલ સંચાલકો સામે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવાની તેમજ એકમને કાયમી ધોરણે સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવા અધિકારીઓને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ સૂચના આપી છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તાર હોય કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હેઠળનો વિસ્તાર, દરેક હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ વિદ્યાર્થીઓની હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. ખાણીપીણીના એકમોના સ્ટાફ અને વેઈટર્સે ફરજિયાતપણે હેન્ડ ગ્લોવ્ઝ, માથા પર કેપ પહેરવા જ પડશે અને સ્વચ્છતા અંગેની તમામ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

મંત્રીશ્રીએ નાગરિકોને જાગૃત રહેવા અપીલ કરતા વધુમાં ઉમેર્યું હતું કે, શુદ્ધ અને સાત્વિક ખોરાક મેળવવો એ દરેક ગ્રાહકનો મૂળભૂત અધિકાર છે. રાજ્યમાં શરૂ કરાયેલું ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન આગામી સમયમાં પણ નિરંતર ચાલુ રહેશે. હવે પછી જો કોઈ હોટેલ કે એકમમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસાશે કે ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે. નાગરિકો પણ જાગૃત બનીને હોટેલના રસોડાની સ્વચ્છતા અને ખુલ્લા ખોરાક અંગે સવાલ ઉઠાવે. જો ક્યાંય પણ ગંદકી કે બેદરકારી જણાય તો તુરંત આરોગ્ય વિભાગ હસ્તકના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જિલ્લા કચેરીને ફરિયાદ કરે, તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા વધુમાં જણાવ્યું હતું.