અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પાદરા ગામની સીમમાં હાથમતી નદીના કિનારે સળગેલી અર્ટિગા કારમાંથી માનવ કંકાલ મળી આવવાના ચકચારી પ્રકરણમાં ભિલોડા પોલીસે ચાર વ્યક્તિઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે.

ભિલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.આર.સંગાડા ના જણાવ્યા મુજબ ફરિયાદી સિદ્ધરાજભાઈ બાબુભાઈ જાતે તબિયાડની ફરિયાદના આધારે આરોપી તરીકે આલુબેન અશોકભાઈ કલાસવા, કલ્પેશભાઈ અશોકકુમાર કલાસવા, પંકજકુમાર મગનભાઈ કલાસવા અને મનોજકુમાર ભુરાજી વજાજી નીનામાનાં નામ સામે આવ્યાં છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ એકબીજાની સાથે મળીને ગુનાહિત કાવતરું રચી અશ્વિનભાઈ તબિયાડ (ઉં.વ. ૪૫)ની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને અર્ટિગા કારમાં મૂકીને કણાદર ગામની સીમના જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી બે વાહનોની મદદથી મૃતદેહને પાદરા ગામે હાથમતી નદીના કિનારે લાવવામાં આવ્યો હતો.ત્યારબાદ મૃતદેહને અર્ટિગા કારમાં મૂકી જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી દેવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. મૃતદેહની ઓળખ ન થાય અને ગુનાના પુરાવાનો નાશ થાય તેવા ઇરાદાથી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ સમગ્ર મામલે ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સંગાડા દ્વારા ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સળગેલી કારમાંથી માનવ અવશેષો મળી આવવાના રહસ્યમય પ્રકરણમાં પોલીસ તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે.

બોક્સ આઈટમ

પાદરા ના 45 વર્ષીય ઇસમનું ગુનાહિત કાવતરું રચનાર આરોપીઓ

(૧) આલ્ફાબેન અશોકભાઇ કલાસવા

જાહેરાતAdvertisement

(૨) કલ્પેશભાઇ અશોકકુમાર કલાસવા

(૩) પંકજકુમાર મગનભાઇ કલાસવા

(૪) મનોજકુમાર ભુરાજી વજાજી નીનામા

નં.૧,૨,૩ રહે.સામૈયા નં.૪ રહે.ગાડી વાંકડા તા.વિજયનગર જી.સાબરકાંઠા