અરવલ્લી જિલ્લા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લાનો ૫૭મો યુવા ઉત્સવ શામળાજી તાલુકાના પાલ્લા સ્કૂલમાં યોજાયો હતો

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ઉષાબેન ગામિત, જ્યારે શિક્ષણ સમિતિના ચેરમેન નિલાબેન મડિયા,શિક્ષણ નિરીક્ષક જયેશભાઇ પટેલ, બી.ટી.નાયી, આચાર્ય સંઘના પ્રમુખ પંકજભાઈ પટેલ,વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ, એન.ડી.પટેલ, સરપંચ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું. યુવા ઉત્સવમાં યુવાનોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવા અને કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ના હેતુથી યોજાનારા આ ઉત્સવ માં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં svs કન્વીનર ડી.બી.ડાભી, લલિતભાઈ સુથાર, ભાવેશભાઈ ચૌધરી સહિત બન્ને તાલુકાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના મંત્રી , શાળાના આચાર્ય સહિત શાળાના કર્મચારીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.