ગાંધીનગર ટાઉનહોલ ખાતે "પીએમ કિસાન ઉત્સવ દિવસ" ની ભવ્ય ઉજવણી: પ્રગતિશીલ ખેડૂતોનું કરાયું સન્માન
દેશના અન્નદાતાઓને ભેટ આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતે આજરોજ "પીએમ કિસાન ઉત્સવ દિવસ" રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ગાંધીનગરના ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રત્યેક સીટ દીઠ ૨ કાર્યક્રમ એમ કુલ ૫૭ સ્થળોએ "પીએમ કિસાન ઉત્સવ દિવસ" અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

વડાપ્રધાનશ્રીએ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મા હપ્તા પેટે ડી.બી.ટી. મારફત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવી છે. આ અંતર્ગત ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારને રૂ. ૧૦૫૧ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થઈ છે.
ગાંધીનગર જિલ્લાના કુલ ૧,૨૭,૧૨૫ એક્ટિવ રજિસ્ટર્ડ ખેડૂતોને ૨૪મા હપ્તા પેટે કુલ રૂ. ૨૫.૪૨ કરોડ રૂપિયા ડી.બી.ટી. મારફત સીધા બેંક ખાતામાં ચૂકવવામાં આવ્યા છે, જેનાથી જિલ્લાના ખેડૂતોમાં ભારે આનંદની લાગણી પ્રસરી છે.
ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અગ્રણી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના વરદ હસ્તે રામજીના છાપરા ગામના શ્રી પરમાર મહોબતસિંહ, ગોલધરા ગામના શ્રી ઠાકોર કાળાજી,ચાંદીસણા ગામના શ્રી ઠાકોર બલદેવજી તથા ધણપ ગામના રાણા દિલીપસિંહનું પ્રાકૃતિક ખેતી અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરતા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે છત્રાલ ગામના સહદેવદાન ગઢવીને પશુપાલન ક્ષેત્રે અને ધમાસણા ગામના મહેશભાઈ પટેલને બાગાયતી ખેતી ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ ખેડૂતો અને નાગરિકોએ ઓનલાઇન માધ્યમથી બનાસકાંઠા ખાતે યોજાયેલા મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાનશ્રીએ આ અવસરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને ખેતીમાં સમૃદ્ધિનું માધ્યમ અને નાના અને સીમાંત ખેડૂતો માટે વરદાનરૂપ ગણાવી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેશ પટેલ, અગ્રણી શ્રી આશિષભાઈ દવે, પૂર્વ મેયર શ્રી મીરાબેન પટેલ, શ્રી હિતેશભાઈ મકવાણા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નીલોફર શેખ, અધિક કલેકટર શ્રી અમિત પરમાર તથા અન્ય અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

