દરેક પરિવારને પોતાના ઘરનું ઘર મળે, પરિવારજનો સુરક્ષિત છત નીચે સુખેથી જીવન વિતાવી શકે અને આવનારી પેઢીનું ભવિષ્ય વધુ સુરક્ષિત બને — આ સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સમાજના છેવાડાના પરિવારોને વિકાસની મુખ્યધારામાં જોડવા અને તેમના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અભિગમ સાથે કામરેજ તાલુકામાં હળપતિ સમાજ માટે આવાસ નિર્માણની પહેલ કરવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયાસથી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ *"મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના"* અંતર્ગત કામરેજ તાલુકાનાં 9 ગામોમાં હળપતિ સમાજના પરિવારો માટે અંદાજે *150 આવાસોના નિર્માણને મંજૂરી* આપવામાં આવી છે. *નગોડ-રુંઢવાડા, પાલી, સેગવા, ડુંગર, જાત-ભરથાણા, ઓરણા, સેવણી, અલુરા અને દીગસ-માછી* ગામોમાં આ યોજના હેઠળ પાકા આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
યોજના અંતર્ગત આવાસ નિર્માણના ચારેય તબક્કા પૂર્ણ થયા બાદ પ્રતિ લાભાર્થીને રાજ્ય સરકાર દ્વારા *₹1.70 લાખની આર્થિક સહાય* ચૂકવવામાં આવશે. આ સહાયથી લાભાર્થી પરિવારોને પાકા આવાસના નિર્માણમાં આર્થિક ટેકો મળશે અને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આગળ વધવાની તક મળશે.
પાકું ઘર એ માત્ર ઈંટ-સિમેન્ટનું બાંધકામ નથી, પરંતુ પરિવારની સુરક્ષા, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સન્માનભર્યા જીવનનો મજબૂત આધાર છે. પોતાનું ઘર હોય તો પરિવારને સુરક્ષિત વાતાવરણની સાથે સ્થિરતા અને આત્મવિશ્વાસ પણ મળે છે. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકાર જરૂરિયાતમંદ પરિવારો સુધી આવાસ યોજનાનો લાભ પહોંચાડવા કટિબદ્ધ છે.
આજે મંત્રી શ્રીએ સ્થાનિક હોદ્દેદારો અને હળપતિ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં લાભાર્થી પરિવારો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન આવાસ નિર્માણની પ્રક્રિયા, યોજનાના અમલીકરણ અને લાભાર્થીઓને મળનારી સરકારી સહાય અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે વધુમાં મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, “દરેક જરૂરિયાતમંદ પરિવારને પોતાના ઘરનું ઘર મળે, સુરક્ષિત છત મળે અને સન્માનભર્યું જીવન જીવવાની તક મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સમાજના છેવાડાના પરિવારો સુધી વિકાસનાં ફળ પહોંચે અને કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર આવાસની સુવિધાથી વંચિત ન રહે તેવા લોકકલ્યાણના અભિગમ સાથે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વિકાસનો સાચો અર્થ ત્યારે જ સાર્થક બને છે, જ્યારે તેનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. આ જ સંકલ્પ સાથે *‘ટીમ કામરેજ’* જનસેવા અને લોકકલ્યાણનાં કાર્યો માટે સતત કાર્યરત છે.”

સુરક્ષિત આવાસ, સન્માનભર્યું જીવન અને ઉજ્જવળ ભવિષ્ય — આ ત્રણેય પાયાને મજબૂત કરવાની દિશામાં કામરેજ તાલુકાનાં 9 ગામોમાં હળપતિ સમાજ માટે મંજૂર થયેલા અંદાજે 150 આવાસો મહત્વપૂર્ણ સાબિત થશે.* રાજ્ય સરકારની આ પહેલથી લાભાર્થી પરિવારોને પોતાના પાકા ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં નવું નિર્માણ થશે અને સર્વસમાવેશક વિકાસના સંકલ્પને વધુ વેગ મળશે.

