પ્રયાસ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ , ગાંધીનગર ના સંકલનથી સાણંદ તાલુકામાં બાળલગ્ન જાગૃતિ રથ દ્વારા જનજાગૃતિ અભિયાન
સાણંદ તાલુકામાં બાળલગ્ન જાગૃતિ રથના માધ્યમથી ગોરજ, વિંછીયા, માણકોલ અને કુંડળ એમ કુલ ચાર ગામોમાં બાળલગ્ન અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રયાસ સંસ્થાના કાર્યકર્તા હરપાલસિંહ તથા બાળ સુરક્ષા વિભાગના મુકેશભાઈના સંકલનથી ચારેય ગામોમાં જાગૃતિ રથ ફેરવી ગ્રામજનોને બાળલગ્નના દુષ્પરિણામો, કાયદાકીય જોગવાઈઓ અને બાળકોના અધિકારો અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ ગ્રામજનોને બાળલગ્ન નહીં કરવા અને પોતાના ગામને બાળલગ્ન મુક્ત બનાવવા સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ કામગીરીમાં ચારેય ગામના સરપંચશ્રીઓ, તલાટી-કમ-મંત્રીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો તથા ગ્રામજનોનો સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ ઉપરાંત માનવ કલ્યાણ યોજના, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ કલ્યાણ યોજના સહિત વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી લોકોને યોજનાકીય લાભ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

