અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમાના પવિત્ર પર્વે ભક્તિમય માહોલ વચ્ચે દિવ-દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભગવાન શ્રી શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન શામળિયાના ચરણોમાં શીશ ઝુકાવી તેમણે આશીર્વાદ મેળવ્યા હતા. પૂર્ણિમાના પાવન અવસરે મંદિર પરિસર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું.

આ પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિરના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મણીભાઈ વાઘેલા, અશ્વિન કોટવાલ,નરેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પણ ભગવાન શ્રી શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પૂર્ણિમાના પવિત્ર પર્વે શામળિયાના સાનિધ્યમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.