બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના રાજપુર ગામે આવેલા પ્રસિદ્ધ ઝેરીલા હનુમાનજી મંદિર નજીક કાટડિયા રોડ રાજપુર ખાતે આગામી તા. 27 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
100 વીઘા જમીનમાં ભોજન વ્યવસ્થા , સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા સાથે યોજાનારા આ મહોત્સવમાં સવારે 9:15 થી બપોરે 1:00 વાગ્યા સુધી પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ્ ભાગવત કથામૃત જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવવામાં આવશે. જ્યારે તા. 1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઝેરીલા હનુમાન મંદિર મઠના બ્રહ્મલીન પૂજ્ય મહંત 1008 શ્રી વિજયપુરી બાપુનો ભંડારા મહોત્સવ યોજાશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ભવ્ય વ્યવસ્થા, 15 ગામોના રસોડા રહેશે બંધ
આ કથા અને ભંડારા મહોત્સવ દરમિયાન રોજના 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લેશે. આસપાસના 15 જેટલા પાડોશી ગામોના લોકો પોતાના ઘરે રસોડું બંધ રાખી કથાનું રસપાન કરી ભોજન પ્રસાદનો લાભ લેશે.
સુદૃઢ વાહન પાર્કિંગ વ્યવસ્થા.
શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 50 વીઘાથી વધુ જગ્યામાં ત્રણ સ્થળે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા અને વન-વે ટ્રાફિકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પત્રિકા વિતરણનો પ્રારંભ
સંતો-મહંતોના આશીર્વાદ લઈ પત્રિકાનું પૂજન કરી પત્રિકા વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. આસપાસના ગામોમાં રૂબરૂ જઈ આમંત્રણ પત્રિકાઓનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે ભાગવત કથાના સંયોજક અને રાજપુર ગામના અમૃતભાઈ વિરમભાઈ આલે જણાવ્યું હતું કે, "શ્રીમદ્ ભાગવત કથા એ ભક્તિ, સંસ્કાર અને સનાતન સંસ્કૃતિનો પવિત્ર સંગમ છે. ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ સાથે સમાજમાં એકતા, શ્રદ્ધા અને સદ્ વિચારોનું સિંચન કરી જીવનને ધર્મ અને સંસ્કારના માર્ગે આગળ વધારવાનો આ પવિત્ર અવસર છે. સૌ ભાવિક ભક્તો આ અવસરનો લાભ લે."
આ પવિત્ર ધાર્મિક આયોજનમાં રાજ્યભરમાંથી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત મંત્રીઓ, સાંસદો, રાજકીય અગ્રણીઓ, સંતો-મહંતો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ મહોત્સવને સફળ બનાવવા તમામ સમાજના લોકો તૈયારીમાં લાગી ગયા છે.
-

