રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી, નેતૃત્વ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની બિઝનેસ વિમેન કમિટી દ્વારા 31 ઑક્ટોબર, 2026ના રોજ વિશેષ કાર્યક્રમ ‘She Builds, She Leads’નું આયોજન કરવામાં આવ્યું હતું. GCCIના W.I.R.E. એટલે કે ‘વિમેન ઇન રિયલ એસ્ટેટ’ મિશન અંતર્ગત યોજાયેલી આ ફાયર સાઇડ ચેટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલી અગ્રણી મહિલા ઉદ્યોગસાહસિકો, નિષ્ણાતો અને વિવિધ પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહિલાઓ માટે ઊભરી રહેલી નવી તકો, વ્યવસાયિક પડકારો, નિયમનકારી જાગૃતિ, ઉદ્યોગસાહસિકતા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગના વિકાસ તથા ઘડતરમાં મહિલાઓની બદલાતી ભૂમિકા જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ તરીકે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી ડૉ. હસરત જાસ્મીન (IAS), શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ (SIRE)નાં સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી દિપાલી શાહ, પાર્શ્વનાથ ગ્રુપનાં ડિરેક્ટર અને મેનેજિંગ પાર્ટનર સુશ્રી રિદ્ધિ પટેલ તેમજ મેલુહા સ્પેશિયલ ડિઝાઇનનાં સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર તથા ઇન્ટિરિયર વિઝ્યુલાઇઝર સુશ્રી રૂપા શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તમામ વક્તાઓએ પોતાના ક્ષેત્રના અનુભવો અને વ્યવસાયિક સફરના આધારે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહિલાઓ માટે ઉપલબ્ધ તકો, નવા પડકારો અને સફળતા મેળવવા માટે જરૂરી વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રમાં મહિલાઓની સક્રિય ભાગીદારી, નિર્ણય પ્રક્રિયામાં તેમની ભૂમિકા અને ઉદ્યોગના વિકાસમાં તેમના યોગદાન અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત GCCI બિઝનેસ વિમેન કમિટીનાં કો-ચેરપર્સન સુશ્રી બંસી શાહના પ્રારંભિક વક્તવ્યથી થઈ હતી. ત્યારબાદ GCCI બિઝનેસ વિમેન કમિટીનાં ચેરપર્સન સુશ્રી શાલુ લેખડિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે W.I.R.E. પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રેરિત અને સશક્ત બનાવવાનો તેમજ વ્યવસાય અને ઉદ્યોગ ક્ષેત્રે તેમની ભાગીદારી અને નેતૃત્વને વધુ પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓને એક મંચ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યાં તેઓ પોતાના અનુભવોનું આદાનપ્રદાન કરી શકે અને નવી તકો વિશે જાણકારી મેળવી શકે.

સુશ્રી શાલુ લેખડિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મુખ્ય વક્તાઓનો પરિચય કરાવ્યો હતો અને તેમની વ્યાવસાયિક સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી. તેમણે મહિલાઓમાં રહેલી નિર્માણ અને સર્જનની સહજ ક્ષમતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મહિલાઓનો નેતૃત્વ કરવાનો અભિગમ સંવેદનશીલતા અને સહાનુભૂતિથી ભરેલો હોય છે. આ અભિગમ વ્યવસાયિક ક્ષેત્રમાં પણ સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ પ્રસંગે તેમણે GCCIના પ્લેટિનમ પાર્ટનર્સ, ડાયમંડ પાર્ટનર્સ, બિઝનેસ વિમેન કમિટીના વાર્ષિક પ્રાયોજકો તેમજ કોર્પોરેટ કન્ટ્રિબ્યુટર્સનો પણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન GCCIના પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ સંબોધન કરતાં આ મહત્ત્વપૂર્ણ ફાયર સાઇડ ચેટનું આયોજન કરવા બદલ બિઝનેસ વિમેન કમિટીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉપસ્થિત વક્તાઓની સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે તેમના અનુભવો, માર્ગદર્શન અને વિવિધ સૂચનો મહિલા ઉદ્યોગસાહસિકો માટે ઉપયોગી સાબિત થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ માટે સમાન તકો એટલે કે ‘લેવલ પ્લેઇંગ ફિલ્ડ’ ઉપલબ્ધ છે. ત્યારે દરેક વ્યક્તિએ આ તકોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને પોતાની ક્ષમતા અને કૌશલ્યના આધારે આગળ વધવું જોઈએ. ખાસ કરીને મહિલાઓએ વ્યવસાય અને ઉદ્યોગ ક્ષેત્રે ઉપલબ્ધ તકોનો લાભ લઈને નેતૃત્વની ભૂમિકામાં આગળ આવવું જોઈએ.
સુશ્રી સારિકા ભટ્ટ ઠક્કરના કુશળ સંચાલન હેઠળ યોજાયેલી આ ફાયર સાઇડ ચેટ અત્યંત રસપ્રદ, જ્ઞાનવર્ધક અને વિચારપ્રેરક રહી હતી. સંવાદ દરમિયાન વક્તાઓએ પોતાના અનુભવો અને વિચારો રજૂ કર્યા હતા, જેના કારણે ઉપસ્થિત મહિલા ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશનલ્સને રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિવિધ પાસાઓ વિશે જાણકારી મળી હતી.
કાર્યક્રમના અંતે GCCI બિઝનેસ વિમેન કમિટીનાં કો-ચેરપર્સન સુશ્રી નમ્રતા શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી, તેમની ક્ષમતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપવાની સાથે મહિલા ઉદ્યોગસાહસિકો માટે નવા વિચારો, અનુભવો અને વ્યવસાયિક તકોના આદાનપ્રદાન માટે એક મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડવામાં આવ્યું હતું.

