સાબરકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રની બે મહત્વપૂર્ણ સંસ્થાઓની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
મહેસૂલી કલેક્ટર અને પ્રાંત અધિકારીની કચેરી, હિંમતનગર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., હિંમતનગર તેમજ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સાબરડેરી), હિંમતનગરની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા માટે અગાઉ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

આ બંને સંસ્થાઓની ચૂંટણી સવારે 11:00 કલાકે સાબરડેરી ખાતે અને બપોરે 3:00 કલાકે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સભાખંડ ખાતે યોજાવાની હતી.
જોકે, આકસ્મિક કારણોસર ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણીનો નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત તમામ સભ્યો અને સંસ્થાઓએ નોંધ લેવા ચૂંટણી સત્તાધિકારી દ્વારા વિનંતી કરવામાં આવી

