અરવલ્લી જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં આવી છે. સરગવા ગામના ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા શામળાજી ખાતે વિરોધ પ્રદર્શન યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં સરગવા ગામના સાત ખેડૂતોને તાત્કાલિક જેલમુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોની સંમતિ લીધા વિના તેમની જમીનોમાં પાઇપલાઇન નાખવામાં આવી હોવાનો આક્ષેપ કરતાં ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોની જમીન અને હિતોનું રક્ષણ કરવું તંત્રની જવાબદારી છે. ખેડૂતોને ન્યાય મળે અને તેમની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ ઉપરાંત સાતેય ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવા, જમીનને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા સહિતની માંગણીઓનો વહેલી તકે નિકાલ લાવવા રજૂઆત કરાઈ હતી. જો તંત્ર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.