સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં દિવાળી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
દિવાળીના પાવન પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે કાર્યરત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં આશ્રય મેળવી રહેલા બાળકો સાથે તહેવારની ખુશીઓ વહેંચવાના ઉમદા આશયથી વિશેષ દિવાળી શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માનનીય જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે માનનીય જિલ્લા કલેક્ટરશ્રીએ સંસ્થામાં આશ્રિત તમામ બાળકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તથા બાળકોને નવાં કપડાં, મીઠાઈ અને નમકીનનું વિતરણ કરી તેમની સાથે તહેવારની ખુશીઓ વહેંચી હતી.
આ ઉપરાંત, અધિક નિવાસી કલેક્ટરશ્રીએ પણ બાળકો પ્રત્યે સ્નેહ અને લાગણી વ્યક્ત કરતાં બાળકોને નવાં કપડાં, નવાં બૂટ, ફટાકડા તથા મીઠાઈનું વિતરણ કર્યું હતું. કેશવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ બાળકો માટે મીઠાઈ અને નમકીનની ભેટ આપવામાં આવી હતી. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાના આ સ્નેહભર્યા સહયોગથી બાળકોની દિવાળીની ખુશીઓમાં વિશેષ ઉમેરો થયો હતો. ભેટસોગાદો મેળવી બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો.
આ કાર્યક્રમમાં બાળ કલ્યાણ સમિતિ (CWC), સાબરકાંઠાના ચેરમેનશ્રી પ્રેમલકુમાર દેસાઈ તથા સમિતિના સભ્યશ્રીઓ સર્વશ્રી રાજેન્દ્રસિંહ પઢિયાર, રાહુલકુમાર ભટ્ટ, પારુલબેન પ્રજાપતિ અને મિત્તલબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોશી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ. એસ. પાંડોર, પ્રોટેક્શન ઓફિસરશ્રી મુકેશકુમાર સોલંકી, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, હિંમતનગરના અધિક્ષકશ્રી તથા સંસ્થાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બાળકો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કરી તેમને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સૌએ પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ, આનંદ અને ભાવસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
બાળકોના જીવનમાં ખુશી, પ્રેમ, હૂંફ અને આશાનો પ્રકાશ પથરાય તથા તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલો આ કાર્યક્રમ બાળકો માટે યાદગાર બની રહ્યો હતો.
દિવાળીના દીપનો સાચો પ્રકાશ ત્યારે જ સાર્થક બને છે, જ્યારે આપણા આનંદની સાથે જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં પણ ખુશીઓનો ઉજાસ પથરાય.

