શામળાજીની કે. આર. કટારા આર્ટ્સ કૉલેજમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્યશાખા, અમદાવાદ દ્વારા સિકલસેલ એનેમિયા નિવારણ નિયંત્રણ અને થેલેસેમિયા અભિયાન અંતર્ગત પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમવર્ષ બી. એ ના વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટનું આયોજન પ્રિ. ડૉ. એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ એન. એસ. એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ. સંજય પંડ્યા અને ડૉ. જાગૃતિબેન પટેલે કર્યું હતું. આ ટેસ્ટ અંતર્ગત કુલ 972 વિદ્યાર્થીઓના ટેસ્ટ થયા હતાં. આ સમગ્ર કાર્ય રેડક્રોસ સોસાયટી અમદાવાદથી આવેલા સિનિયર પ્રોગ્રામ ઓફિસર નિલેશભાઈ ભારતીય અને તેમની એક્સપર્ટ ટીમ દ્વવારા સંપન્ન થયું હતું. સમગ્ર કાર્ય દરમિયાન NSS સ્વયંસેવકોએ ઉત્તમ સેવાનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.કાર્યક્રમમાં કૉલેજના મંત્રી દિલીપભાઈ કટારા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
શામળાજી આર્ટ્સ કૉલેજમાં થેલેસેમિયા તપાસ કેમ્પ યોજાયો, વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી
Tuesday, 13 October 2026 at 07:30 pm

