અરવલ્લી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રતનપુર બોર્ડરથી રાજેન્દ્રનગર ચોકડી સુધીના શામળાજી હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ ૯ હોટલો અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન શ્રી બાલાજી આશીર્વાદ હોટેલ એન્ડ રિસોર્ટ, હોટેલ આશીર્વાદ, હોટેલ ગ્રીન પંજાબ, હોટેલ સતલુજ, હોટેલ રામ ભરોસે, હોટેલ સમ્રાટ, નેચર જીલેટો આઈસ્ક્રીમ, કૃષ્ણા ફૂડ કેફે અને હોટેલ આસોપાલવની તપાસ કરાઈ હતી.ફ્રોઝન ડેઝર્ટ અને આઈસ્ક્રીમ માટે અલગ-અલગ ઓળખ દર્શાવતા બોર્ડ પ્રદર્શિત કરવા વેપારીઓને સૂચના આપવા માં આવી હતી. આ સૂચનાનું પાલન નહીં કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની સાથે જવાબદાર હોટલ સંચાલકોના ફૂડ લાઇસન્સ અંગે પણ પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી હતી.ખાદ્ય ચીજોના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને પ્રદર્શન માટે ફૂડ લાઇસન્સ ફરજિયાત હોવાનું જણાવાયું હતું.આ તપાસમાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ઉષ્મા દરજી અને ફૂડ સેફ્ટી ઓફિસર વિરલ બરંડા જોડાયા હતા. તપાસ અહેવાલ મળ્યા બાદ ક્ષતિ જણાશે તો સંબંધિત સંચાલકોને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી કરાશે.જિલ્લાની તમામ હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસની કાર્યવાહી ચાલુ રહેશે તેમ ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ જણાવ્યું હતું.
શામળાજી હાઈવેની ૯ હોટલો અને રેસ્ટોરન્ટમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ
ફ્રોઝન ડેઝર્ટ અને આઈસ્ક્રીમ માટે અલગ-અલગ બોર્ડ પ્રદર્શિત કરવા સૂચના, બેદરકારી બદલ લાઇસન્સ સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી
ક
કૌશિક સોની,અરવલ્લી
