શામળાજીની કે.આર. કટારા આર્ટ્સ કોલેજ તથા ભગીની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ડ્રોપ રોબોલના 18મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ડ્રોપ રોબોલ એસોસિએશનના મહાસચિવ ડૉ. અજીતસિંહ આર. ચૌહાણે રમત ની ઉત્પત્તિ, નિયમો અને રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વિકાસ અંગે માહિતી આપી હતી. તેમણે ડ્રોપ રોબોલ ભારતની સ્વદેશી રમત હોવાનું જણાવી ઓછા ખર્ચે રમી શકાતી આ રમતને વૈશ્વિક ઓળખ અપાવવા યુવાનોને આગળ આવવા આહ્વાન કર્યું હતું.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એ. કે. પટેલે રમતગમતથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, ટીમવર્ક, સહકાર અને ખેલદિલીની ભાવના વિકસતી હોવાનું જણાવ્યું હતું. શામળાજી પ્રદેશ કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ કટારાએ પણ વિદ્યાર્થીઓને સંગઠનભાવના કેળવવા પ્રેરણા આપી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પ્રસંગે ડૉ. સમીર આર. પટેલ, ડૉ. વી.કે. ગાવિત, વિવિધ કોલેજોના આચાર્યો, અધ્યાપકો, કર્મચારીઓ તથા આર્ટ્સ, બી.એડ., પી.ટી.સી., એસ.આઈ., એમ.એસ.ડબલ્યુ. અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

