આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પી ટી સી ના સલાહકાર પ્રદીપભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભવોએ સૌને શુભેચ્છા સાથે પ્રગતિ પામવા અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન બી.એડ. કોલેજ, શામળાજીના સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પી.ટી.સી. કોલેજના પ્રિન્સિપાલ રૂબીયાબેન માલવિયાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો. બી.એડ. કોલેજ સેમ - 1 ના તાલીમાર્થી બહેનો ખાણમાં તેજલ, સુવેરા શ્રેયા, ડાભી ક્રિષ્ના સ્વાગત ગીત અને બી.એડ. કોલેજ સેમેસ્ટર - 3 ના તાલીમાર્થી બહેનો પગી પવન, નિનામા અવનીકા, બામણા આરતી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.એડ. કોલેજના પ્રોફે. રેખાબેન જી. ગામેતી દ્વારા કરવામાં આવ્યું હતું. પી.ટી.સી. કોલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.