અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે આવેલા સર્કિટ હાઉસમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામહિમ આનંદીબેન પટેલનું હાર્દિક સ્વાગત અને આત્મીય અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમના આગમન પ્રસંગે સ્થાનિક રાજકીય આગેવાનો અને ભાજપ સંગઠનના હોદ્દેદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી પી.સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પૂર્વ ભાજપ પ્રમુખ તથા શામળાજી વિષ્ણુ મંદિરના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી,નિયોન ગેસના માલિક જયંતિલાલ પટેલ સહિત ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો અને આગેવાનોએ ઉપસ્થિત રહી આનંદીબેન પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

જાહેરાતAdvertisement

આગેવાનોએ પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું અને આત્મીયતાપૂર્વક અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત આગેવાનો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. શામળાજીની પવિત્ર ધરતી પર મહાનુભાવના આગમનને પગલે સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ હતી.