અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે વિશ્વકર્મા પંચાલ મંડળના સભાખંડમાં તાલુકા કક્ષાનો પેન્શન ડે અને સન્માન સમારંભ ઉત્સાહભેર યોજાયો હતો. ગુજરાત રાજ્ય પેન્શન મંડળના મહામંત્રી મહેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પ્રમુખ ગોવિંદભાઈ પટેલના ઉદ્ઘાટકપદે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ કિરણભાઈ ખરાડીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને ફૂલહારથી સન્માન કરાયું હતું.

જાહેરાતAdvertisement

આ પ્રસંગે મુખ્ય ઇજનેર એચ.આર. મેણાત, હિસાબી અધિકારી એન.વી. કોટવાલ, ડો. ચંદુલાલ ગામેતી, અમૃતલાલ પંચાલ સહિત વિવિધ તાલુકાના પેન્શન મંડળોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભમાં પેન્શનરોના પડતર પ્રશ્નો, આરોગ્ય સુવિધાઓ અને મળવાપાત્ર લાભો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ કિરણભાઈ ખરાડીની ટીમની કામગીરીને બિરદાવતાં પેન્શનરોના ન્યાયસંગત હકો માટે જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. અંતે સંગઠિત રહી પેન્શનરોના હિતોની રક્ષા કરવા અપીલ કરવામાં આવી હતી.