અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી ખારી કંપા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ. ૫.૬૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.ઝાલાની અધ્યક્ષતામાં પો.સબ.ઇન્સ. વી.જે. તોમર સહિત એલસીબીની ટીમ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન ના રતનપુરથી સફેદ કલરની મારૂતિ ઈકો ગાડી નંબર GJ-12-EE-7530માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે શખ્સો શામળાજી થઈ અમદાવાદ તરફ જવાના છે.બાતમીના આધારે પોલીસે ખારી કંપા ગામની સીમમાં હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી ગાડીને અટકાવી તપાસ કરતાં પાછળની સીટ પર અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી. પોલીસે ગાડીમાં સવાર જાવેદખાન બસીરખાન પઠાણ અને મોહમદ જકવાન રહેમાનમીયા, બંને રહે. અમદાવાદને ઝડપી પાડ્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
પોલીસ તપાસમાં બંને શખ્સો દારૂનો જથ્થો રાજસ્થાનના રતનપુર ખાતે આવેલા અંગ્રેજી દારૂના ઠેકા પરથી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. દારૂ અંગેના પાસ-પરમિટ ન હોવાનું સામે આવતાં પોલીસે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ અને બિયરની કુલ ૩૧ પેટીઓમાંથી ૧,૦૦૮ બોટલ-ટીન, જેની કિંમત રૂ. ૨,૫૦,૮૦૦/- થાય છે, એક મોબાઈલ ફોન તથા મારૂતિ ઈકો ગાડી સહિત કુલ રૂ. ૫,૬૦,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે શામળાજી પોલીસ સ્ટેશન માં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

