બારેશી પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા શ્રવણ સુખધામ 'પંચવટી', પુનાસણ ખાતે પ્રકાશભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સમાજનો પાંચમો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના ૫૦૦ થી વધુ ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત દીકરીઓ દ્વારા મહેમાનોના સ્વાગત અને બાળાઓના પ્રેરક પ્રવચનોથી થઈ હતી. આ પ્રસંગે સમાજના ૩૫ થી ૪૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ નવી નિમણૂક અને પ્રમોશન મેળવનાર કર્મચારીઓનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ગરબાની રમઝટ સાથે વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
દાતાશ્રીઓનો ઉદાર સહયોગ
સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે દાતાશ્રીઓ તરફથી ₹૩૯,૮૬૩/- ની દાનરકમ એકત્રિત થઈ હતી. આ ઉપરાંત, આગામી વર્ષ ૨૦૨૭ ના ચોપડા વિતરણ માટે શ્રવણ સુખધામ પંચવટી પરિવારે તથા ઇનામના દાતા તરીકે ધવલભાઈ એમ. પ્રજાપતિ (ટાકાટુકા) એ જાહેરાત કરી હતી. આજના કાર્યક્રમના સ્થળ અને ભોજનના દાતા શ્રવણ સુખધામ 'પંચવટી' ના એસ. કે. ગુર્જર તથા પરિવાર અને ઇનામના દાતા ધવલભાઈ સાકરચંદ ઓઝા રહ્યા હતા.
સફળ આયોજન અને સંચાલન
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમાજના ટ્રસ્ટીશ્રી અને ભિલોડા તાલુકા ભાજપ મંત્રી જશવંતભાઈ એસ. પ્રજાપતિ (સીલાસણ) તથા પૂર્વ શિક્ષણ કન્વીનર અતુલભાઈ એમ. પ્રજાપતિ (ખુમાપુર) દ્વારા કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક આયોજનની જવાબદારી શિક્ષણ કન્વીનર ઉપેન્દ્રભાઈ એમ. પ્રજાપતિએ નિભાવી હતી, જ્યારે આભારવિધિ કલ્પેશભાઈ પ્રભુદાસભાઈ પ્રજાપતિ (પુનાસણ) દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા બદલ મંડળના મંત્રી દીપકભાઈ એન. પ્રજાપતિ (કલ્લેકા) તેમજ સમગ્ર કારોબારી ટીમે તમામ દાતાશ્રીઓ, અતિથિ વિશેષ અને પુનાસણ ગામના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

