તા.૨૧-૧૧-૨૦૨૬ શનિવાર કારતક સુદ-૧૧ સવારે ૭-૩૦ થી રાત્રે ૯-૦૦ દરમ્યાન નારણપુરાગામ ખાતે સંસ્કાર ભવન હોલમાં શ્રીરાધાકૃષ્ણ મંદિર તથા શ્રી ચંદ્ર મૌલેશ્વર મહાદેવ ટ્રસ્ટ,નારણપુરાગામ પરિવાર તરફથી તુલસી વિવાહનું લગ્નના વિધિવત્ માંગલિક પ્રસંગોના કાર્યક્રમ સાથે સફળ ભવ્ય આયોજન ઉલ્લાસભેર ભક્તિમય માહોલમાં મોટી સંખ્યામાં સૌ શ્રધ્ધાળુઓની હાજરીમાં સૌના માટે દર્શન-ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે સમસ્ત ગ્રામજનો,યુવક મિત્રોના સહયોગ સહકારથી યોજાયું હતું જેમાં કૃષ્ણ પક્ષે પટેલ હસમુખભાઈ સોમાભાઈ તથા તુલસી પક્ષે પંચાલ બળદેવભાઈ નારણપુરાગામના લગ્ન વિધિના માંગલિક પ્રસંગોમાં ભાગ લઈ સહયોગી થઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.