જિલ્લા એલ.સી.બી પોલીસ સાઠંબા પો.સ્ટે વિસ્તા૨માં પેટ્રોલીંગમાં હતા અને બોરડી ગામે જતા હતા તે વખતે તાલોદ તરફથી એક શંકાસ્પદ બજાજ કંપનીની સી.એન.જી રીક્ષા આવતા જેને ઉભી રાખવા ઇશારો કરતા રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા ઉભી નહી રાખી બોરડી ગામ તરફ ભગાડેલ જેથી રીક્ષાનો પીછો ક૨તાં રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા બોરડીથી ડેમાઈ જવાના રોડે હંકારી થોડેક આગળ જઈ રોડની સાઈડમાં ઉભી કરી રીક્ષાનો ચાલક અંધારામાં ક્યાંક ભાગી ગયેલ અને પકડાયેલ નહી જેથી સી.એન.જી.રીક્ષાનો આર.ટી.ઓનં જોતા GJ-31-X-7022 નો લખેલ હતો સી.એન.જી.રીક્ષામાં જોતાં આગળ તથા પાછળની શીટના ભાગે ભા૨તીય બનાવટના વિદેશીદારૂની તથા બિયરની પેટીઓ ભરેલ હોય જે ભા૨તીય બનાવટની વિદેશીદારૂ તથા બિય૨ની આખી પેટીનંગ-૨૨ જેમાં બોટલ/ટીનનંગ-૧૦૦૮ જેની કુલ કિ.રૂ.૨,૭૬,૯૬૦/-નો પ્રોહીમુદ્દામાલ તથા રીક્ષાની કિ.રૂ.૨,૦૦૦૦૦/-મળી કુલ કિ.રૂ.૪,૭૬,૯૬૦/-નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી ભાગી જનાર ઇસમ વિરૂધ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનમાં કાયદેસ૨ની કાર્યવાહી કરેલ છે.
સી.એન.જી.રીક્ષામાં ભારતીય બનાવટ નો વિદેશીદારૂની બોટલ કબ્જે
સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના બોરડી સીમમાંથી સી.એન.જી.રીક્ષામાં ભારતીય બનાવટ નો વિદેશીદારૂની કુલ બોટલ/ટીન નંગ-૧૦૦૮ જેની કુલ કિ.રૂ.૨,૭૬,૯૬૦/-ના પ્રોહી મુદામાલ તથા સી.એન.જી રીક્ષા મળી કુલ કિ.રૂ.૪,૭૬,૯૬૦/-ના મુદામાલ ઝડપી પાડ્યો.
ક
કૌશિક સોની,અરવલ્લી
