ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હોદ્દા પરથી દૂર કરવા તેમજ દેશમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના બદલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ સાથે ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ એસોસિએશનના દિલીપભાઈ અસારી સહિતના સભ્યો અને ગુલાબભાઈ પરમારે આ મામલે રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે, દેશમાં મતદાર યાદીની સુધારણા માટે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને કારણે અનેક મતદારોનાં નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યાં હોવાનો આક્ષેપ છે. તેના પરિણામે ભારતના નાગરિક હોવા છતાં કેટલાક મતદારો મતદાનના અધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું રજૂઆતકર્તા ઓએ જણાવ્યું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

રજૂઆતકર્તાઓના જણાવ્યા મુજબ, મતદાર યાદીમાંથી નામ કમી થવાથી ચૂંટણીના પરિણામો પર અસર પડી શકે છે અને ચોક્કસ રાજકીય પક્ષને તેનો લાભ મળી શકે છે. આ સમગ્ર મામલે મુખ્ય ચૂંટણી કમિશનરની કામગીરી સામે સવાલો ઉઠાવી તેમને હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતાં EVM અંગે પણ રજૂઆતકર્તાઓએ અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. EVMમાં ગેરરીતિ થતી હોવાની આશંકા વ્યક્ત કરીને મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે EVMના સ્થાને પરંપરાગત બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી હતી.

લોકશાહીમાં મતદાનનો અધિકાર અત્યંત મહત્ત્વનો છે ત્યારે દરેક પાત્ર મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને ચૂંટણી પ્રક્રિયા અંગે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે ભિલોડા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.