અંગદાન એ મૃત્યુ પછી પણ માનવતાને જીવંત રાખવાનો પવિત્ર સંકલ્પ છે; સમાજે આ માનવતાભર્યા અભિયાનને આગળ ધપાવવું જોઈએ :- ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ
ગુજરાત સરકારની પ્રજાકલ્યાણકારી આરોગ્ય નીતિ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની તબીબી ટીમની ત્વરિત કામગીરી તથા સંવેદનશીલ અભિગમના પરિણામે અંગદાનના ક્ષેત્રમાં એક નવું ઉત્કૃષ્ટ ઉદાહરણ સ્થાપિત થયું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર ૯ કલાકના ટૂંકા ગાળામાં જ બે બ્રેઈનડેડ દર્દીઓના પરિવારો દ્વારા લેવાયેલા માનવતાભર્યા નિર્ણયથી ૮ અંગો અને પેશીઓનું સફળતાપૂર્વક દાન પ્રાપ્ત થયું છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ અંગદાતાઓની સંખ્યા ૨૫૮ પર પહોંચી છે.
તાજેતરમાં થયેલા ૨૫૭મા અંગદાનમાં સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા ૫૩ વર્ષીય પુરુષને ૧૬ ઓક્ટોબરના રોજ સાંજે તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવતે પરિવારજનોને આ કપરી ઘડીમાં અંગદાનનું મહત્ત્વ સમજાવતાં, પરિવારે સંવેદનશીલતા દર્શાવી ગુપ્તદાન સ્વરૂપે દાન આપવાની સંમતિ આપી હતી. આ દાન થકી ૨ કિડની, ૧ લીવર, ૧ હૃદય અને સ્કિન પ્રાપ્ત થયાં હતાં.
ત્યારબાદ ૨૫૮મા અંગદાનમાં ઓઢવ રિંગ રોડ પર દાસ્તાન સર્કલ નજીક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અને એલ્યુમિનિયમ તથા કાચ ફિટિંગનું કામ કરતા ૪૫ વર્ષીય શ્રીરામ કોરીને સારવાર દરમિયાન ૧૭ ઓક્ટોબરના રોજ વહેલી સવારે ૧૨:૧૫ વાગ્યે બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. તબીબી ટીમના ડૉ. ભાવેશ પ્રજાપતિના કાઉન્સેલિંગ બાદ તેમનાં પત્ની કલાવતીબેને ભારે હૃદયે પતિના અંગદાનની સંમતિ આપી ઉત્કૃષ્ટ માનવતા દાખવી હતી. આ કિસ્સામાં ૧ લીવર અને ૨ કિડની એમ કુલ ૩ અગત્યના અંગો મળ્યાં હતાં.
રાજ્ય સરકારના સુદૃઢ આરોગ્ય માળખા અને સિવિલ હોસ્પિટલની સક્ષમ વ્યવસ્થા અંગે માહિતી આપતાં તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૮ અંગદાતાઓ પાસેથી ૮૫૬ અંગોનું દાન પ્રાપ્ત થયું છે. ઉપરાંત ૨૦૮ ચક્ષુ અને ૫૨ ચામડી મળી કુલ ૨૬૦ પેશીઓનું દાન મળ્યું છે. આ રીતે કુલ ૧૧૧૬ અંગો અને પેશીઓનું દાન મળ્યું છે, જેમાં ૪૭૬ કિડની, ૨૩૨ લીવર, ૮૨ હૃદય, ૩૪ ફેફસાં, ૨૪ પેનક્રિયાઝ, ૨ નાના આંતરડા, ૬ હાથ, ૨૦૮ આંખો તેમજ ૫૨ સ્કિનનો સમાવેશ થાય છે.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
મળેલાં અંગો અને પેશીઓનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરતાં, બંને અંગદાનમાંથી પ્રાપ્ત ૨ લીવર અને ૪ કિડની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યાં છે. જ્યારે દાનમાં મળેલું હૃદય મેડિસિટી કેમ્પસની યુ. એન. મહેતા હોસ્પિટલમાં જરૂરી દર્દીના હૃદય પ્રત્યારોપણ માટે વપરાશે.
ચામડી સિવિલ હોસ્પિટલની રોટરી સ્કિન બેંક દ્વારા સ્વીકારવામાં આવી છે, જે દાઝેલા દર્દીઓની સારવારમાં આશીર્વાદરૂપ બનશે.
સરકાર અને સિવિલ હોસ્પિટલ તંત્ર વતી ડૉ. રાકેશ જોશીએ સમાજને સંદેશ આપતાં જણાવ્યું હતું કે, “અંગદાન એ મૃત્યુ પછી પણ માનવતાને જીવંત રાખવાનો સંકલ્પ છે. બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી અનેક લોકોને નવજીવન અને નવી આશા મળે છે. નાગરિકો આ અંગે સાચી માહિતી મેળવે, પરિવાર સાથે ચર્ચા કરે અને જાગૃતિ ફેલાવે તે સમયની માંગ છે. અંગદાન એ જ સાચું મહાદાન છે.”

