અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના ખોડંબા ગામે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં રાજ્યકક્ષા ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી પી.સી.બરંડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો એ મા જગદંબાની આરતી ઉતારી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવથી ભરપૂર ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.અને સૌ માતાજીના ગરબે ઘૂમ્યા હતા.

આ પ્રસંગે મંત્રી પી.સી.બરંડાએ જણાવ્યું હતું કે નવરાત્રિનો પાવન પર્વ આપણી સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું પ્રતીક છે.શામળાજી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને સરપંચ ખોડંબા ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ ,દૂધ મંડળી ના ચેરમેન ગીરીશભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહી મંત્રી પી.સી.બરંડા નું સન્માન કર્યું હતું. માતાજીની આરાધના સાથે ઉજવાતો આ પર્વ ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો સંદેશ આપે છે તથા સૌના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે.

જાહેરાતAdvertisement

મા જગદંબા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરે તેમજ ગુજરાતની પ્રગતિ અને જનકલ્યાણ માટે સૌને શક્તિ અને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.