ઓગડ તાલુકાના વેપારી થરા ખાતે ગામમાં આવેલા પૌરાણિક બહુચર માતાજીના મંદિરેથી આજથી 52 વર્ષ પહેલાં વડીલોએ શરૂ કરેલી બહુચરાજી સુધીની ની ધજા સાથેની યાત્રા ધીમે ધીમે રથ ના સ્વરૂપના ફેરવાઈ હતી અને સોમવારે 53 વર્ષ આ યાત્રાને પૂર્ણ થવા પામ્યા હતા 11 પદયાત્રીઓ થી શરૂ થયેલી આ યાત્રામાં અત્યારે દર વર્ષે 301 લોકો આ પદયાત્રા કરે છે અને ઠેર ઠેર આ ભાવિક પદયાત્રીઓનું લોકો સ્વાગત કરી માતાજીના રથના દર્શન કરે છે સોમવારે સવારે થરા ખાતેથી પ્રસ્થાન થયેલી પદયાત્રા ને છેલા 16 વર્ષથી ભોજન પ્રસાદના દાતા બનતા ઓગડ તાલુકાના રૂની ગામના પ્રકાશકુમાર ડાયાલાલ બારોટે ભોજન પ્રસાદ અનોખી ધાર્મિક લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે સંઘમાં ચાલતા પદયાત્રી ઘનશ્યામભાઈ જોશીએ જણાવ્યું હતું કે છે 52 વર્ષથી આ પદયાત્રા ચાલે છે તેમાં તમામ ભાવિક ભક્તોમાં અનોખો આનંદ હોય છે લોકો ઠેર ઠેર પદયાત્રા નું સ્વાગત કરી દર્શન નો લાભ લે છે આ સંઘમાં છેલા ત્રણ વર્ષથી પંચાલ સમાજના 30 જેટલા ભાવિકો દ્વારા પદયાત્રી મેડિકલ સેવા પૂરી પાડવામાં આવે છે અને 16 વર્ષથી રૂબિના પ્રકાશભાઈ બારોટ દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવે છે
આ યાત્રામાં મોટા પ્રમાણમાં પદયાત્રીઓ જોડાઈ માતાજીની ભક્તિ કરી ધન્યતા અનુભવે છે.

થરા થી બહુચરાજી પગપાળા સંઘ ના દાતાઓ અને પદયાત્રીઓ નું સન્માન કરી માતાજી ના રથના દર્શન કરી ભોજન પ્રસાદ નો લાભ લીધો છે 53 વર્ષથી પદયાત્રા કરતા ભાવિક ભક્તો સાથે 16 વર્ષ આ યાત્રિકોને ભોજન પ્રસાદ આપતા દાતા શ્રી પ્રકાશકુમાર ડાયાલાલ બારોટ નું સન્માન કરવાનો લાભ મળ્યો .

