ઉબસલ, કુંડોલ પાલ જિલ્લા પંચાયત બેઠક

અરવલ્લી જિલ્લાના કુંડોલ પાલ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવેલા ઉબસલ ગામ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉબસલ સહિત બોલુંદ્રા, બાવલીયા, પાદરા અને આસપાસનાં ગામોના ગ્રામજનો એ ઉત્સાહભેર ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.

જાહેરાતAdvertisement

કાર્યક્રમમાં ભિલોડા તાલુકા ભાજપ પ્રમુખ મનોજભાઈ પટેલ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોના હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

સભામાં ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિને પગલે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.