યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે ગાંધીનગરના કુડાસણ ખાતે નવા આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પહેલ વિશ્વસનીય ડિજિટલ ઓળખ સેવાઓ પૂરી પાડવાના અને 'ડિજિટલ ઈન્ડિયા'ના વિઝનને વધુ મજબૂત કરવાના તેના મિશનને વેગ આપે છે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અલ્પેશ ખોડાજી ઠાકોરે જણાવ્યું હતું કે, "ગાંધીનગરમાં આ આધુનિક આધાર સેવા કેન્દ્ર આપણા નાગરિકો માટે વધુ ઝડપી, અનુકૂળ અને પારદર્શક સેવાઓ સુનિશ્ચિત કરશે. આ ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અને આપણા રાષ્ટ્રીય પ્રભાવને વિસ્તારવા તરફનું વધુ એક મહત્વપૂર્ણ કદમ છે."

જાહેરાતAdvertisement

સ્વાગત રેઈન ફોરેસ્ટ-૨, શોપ નં. ૬, ૭, ૮, ગ્રાઉન્ડ ફ્લોર, એક્સિસ બેંક પાસે, ગાંધીનગર-કોબા હાઈવે, કુડાસણ ખાતે કાર્યરત કરવામાં આવેલ આ આધાર સેવા કેન્દ્ર અઠવાડિયાના ૭ દિવસ કાર્યરત રહેશે. જ્યાં નવા નોંધણી, ૫ થી ૧૭ વર્ષના બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોની નિવારણ જેવી સેવાઓ મળશે.

આ સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આ કેન્દ્ર આધુનિક સુવિધાઓ, વ્હીલચેર એક્સેસ, દિવ્યાંગો માટે સુલભ શૌચાલય અને સમર્પિત 'ASK મેનેજર' થી સજ્જ છે.

નાગરિકો UIDAI એપોઇન્ટમેન્ટ પોર્ટલ https://bookappointment.uidai.gov.in પર આગોતરી એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તેમજ જીઓ-ટેગ કરેલ કેન્દ્રનું લોકેશન ભુવન આધાર પોર્ટલ https://bhuvan-app3.nrsc.gov.in/aadhaar પર પણ ઉપલબ્ધ છે.

આગામી પેઢીની ડિજિટલ ઓળખને સુરક્ષિત કરવા માટે શાળાઓમાં વિશેષ બાયોમેટ્રિક અપડેટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.તમામ આધાર સેવા કેન્દ્રો તેમના ભાગીદાર Protean eGov Technologies દ્વારા સેવાઓના સમાન ધોરણો, મજબૂત ડેટા સુરક્ષા અને સમયસર ફરિયાદ નિવારણ સુનિશ્ચિત કરવા માટે સીધા UIDAI દ્વારા સંચાલિત થાય છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ ઉદ્ઘાટન સમારોહમા ગાંધીનગરના ધારાસભ્ય શ્રી અલ્પેશ ખોડાજી ઠાકોર, UIDAI RO મુંબઈ-SO અમદાવાદના ડિરેક્ટરશ્રી રાજેશ કુમાર ગુપ્તા તેમજ સર્વિસ પ્રોવાઈડર M/s Protean eGov Technologiesના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.