ઓગડના વડા ગામે ૪૦૦ વર્ષ પુરાણા શ્રી ઢટોસણા હનુમાનજી દાદાના મંદિરે ભાતીગળ મેળામાં માનવ મહેરામણ ઉભરાયુ.
--------------------

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ઓગડ તાલુકાના વડા ખાતે બિરાજમાન શ્રી હનુમાન દાદાનું લગભગ ૪૦૦ વર્ષ પૂરાણું મંદિર આવેલ છે.દર વર્ષની જેમ ચાલુ વર્ષે શનિવારના રોજ ભાંતિગળ મેળો ભરાયો હતો.દાદાના સેવકો દ્વારા સમગ્ર ધામને શણગારવામાં આવેલ.માર્ગોમાં રંગબેરંગી ધજાઓ અને રાજચિહ્નો લહેરાઈ રહ્યાં હતાં.પ્રવેશ દ્વારો પર આંબાનાં પર્ણોનાં તોરણો અને સુગંધિત પુષ્પમાળાઓ બાંધવામાં આવી હતી.મુખ્ય ચોકમાં સુંદર રંગોળીઓ રચવામાં આવી હતી.માર્ગો પર સ્વચ્છતા રાખવામાં આવી હતી.રાત્રિના સમયે સમગ્ર ધામ દીપમાળાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યુ હતુ.દિવાળિ પર્વનો ત્રીજો દિવસ એટલે કાળી ચૌદસ શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો એણે કેદમાં રાખેલ લગ્ન યોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારીને મુક્ત કરી એમને આશીર્વાદ આપ્યા. એટલે આજનો કાળી ચૌદસનો દિવસ નર્કચતુર્થી તરીકે જાણીતો બન્યો. આજના દિવસે તંત્રમંત્રની વિદ્યા અને હનુમાનજી ની સાધના અને આ દિવસે એવી માન્યતા છે કે નર્કચર્તુર્થીના દિવસે જેટલું તેલ બળે તેટલો કકળાટ ઓછો થાય.આ દિવસે ખીર અને વડા બનાવવામાં આવે છે.
એ વસ્તુ એક કોડિયામાં મુકી ચાર રસ્તે મુકી એની આજુ બાજુ પાણીનું કુડાળુ કરવામાં આવે છે.અને એમાં દીવો મુકે છે.આ વિધીને કકળાટ કાઢવો કહેવામાં આવે છે.આ દિવસે હનુમાનજીની પુજાનું વિશેષ મહત્વ રહેલું છે.આજના દિવસે ઓગડ તાલુકાના વડા ગામે વર્ષો પહેલા સુખડીયા સમાજના કંદોઈ પરિવારના લોકો રાજસ્થાનના ભીનમાલથી ઉંટ ઉપર હનુમાનજીની મૂર્તિ થરા લઈ આવવા માટે નિકળ્યા હતા. ત્યારે વડા ખાતે વિસામો ખાવા રોકાયા હતા. અને વિસામો ખાધા બાદ મૂર્તિ લઈને થરા જવા માટેની તૈયારી કરવા હનુમાનજીની મૂર્તિ ઉપાડી ઉંટ ઉપર મુકવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ હનુમાનજીની મૂર્તિ ત્યાથી ઉંચકી ન શકાઈ પરિણામે હનુમાનજીનું મંદિર નિજ સ્થળે બનાવી સ્થાપના કરી નાનું મંદિર બનાવી દેવાયું ત્યારથી વડા ગામે કાળી ચૌદસના દિવસે ગામના અઢારેય આલમ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખે છે.તેમજ ખેડુતોના પિયતના ટ્યુબવેલ પણ બંધ રાખે છે.વાહનો પણ ભાડે ફરતા નથી.આ ગામ ૧૬૦૦૦ થી વધારે વસતિ ધરાવે છે.અને આજના દિવસે હનુમાનજીના મંદિરે સમગ્ર ગામ લોકો એકઠા થાય છે.એકતા શાંતિ અને સહકારની ભાવનાનું ઉદાહરણ પુરૂ પાડે છે.મંદીરમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પણ સુવિધા માટે પોતાના ખંભા પર જવાબદારી લઈ કોઈ પણ સમય જોયા વગર મંદીર અને શ્રીરામ વાટીકાનું નિર્માણ કરેલ આ શ્રીરામ વાટિકા અને મંદિર ઘડી બે ઘડી નિહાળવા લાયક છે. વાટીકા અને મંદિર નિહાળવા બાળકો,યુવાનો અને વડીલો વિશાળ સંખ્યામાં
આવે છે.ઓગડ તાલુકો નહીં પણ સમગ્ર પંથકમાં વડા ગામજનોએ દાદાના મંદીરનો આહલેક જગાડેલ.દર વર્ષે મેળો પણ ભરાય છે.આ મેળામાં લોક કલાકાર અને સાજીંદા મિત્રોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. મેળામાં સમગ્ર પંથકમાંથી અઢારેય વર્ણના લાખો લોકો દર્શનાર્થે પધારી ઢટોસણા હનુમાન દાદાના મંદિરે દર્શન કરેલ.ખાસ વડા ગામના દરેક પરીવારના સભ્યો અચૂક દર્શને આવે છે.રામ વાટિકાટીમ અને સમગ્ર ગ્રામજનો ખડેપગે રહી દાદાની તન-મન-ધનથી સેવા કરે છે.આજે વડા ગામની એકતાના દર્શન થયા હતા.આ પ્રસંગને ઉલ્લાસપૂર્વક ઉજવે છે.અને દાદાની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.

