વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અમદાવાદ જિલ્લાના નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ, ત્યાં ચાલી રહેલાં વિકાસકામો, પ્રવાસન માળખાકીય સુવિધાઓ તથા પર્યાવરણીય સંરક્ષણની કામગીરીની સમીક્ષા કરી હતી.

અમદાવાદ જિલ્લાના નળ સરોવર પક્ષી અભયારણ્યને તેના પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધ જૈવવિવિધતા અને દેશ-વિદેશથી આવતા યાયાવર પક્ષીઓના આગમનને કારણે વિશેષ ઓળખ પ્રાપ્ત થઈ છે. આ કુદરતી ધરોહરને વધુ સુવિધાસભર, આધુનિક અને પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

જે અંતર્ગત, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નળ સરોવર ખાતે હાથ ધરવામાં આવેલાં વિવિધ વિકાસકામો અને પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવી રહેલી સુવિધાઓ જેવી કે કેન્ટીન, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ગ્રીનઝોન, બોટિંગ જેટી, બર્ડવ્યુ પોઇન્ટ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું.

નળ સરોવરની કુદરતી ઓળખ અને પર્યાવરણીય સમતુલા જાળવી રાખવાની સાથે તેને વધુ સુવિધાસભર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં હાથ ધરવામાં આવેલી કામગીરી અંગે તેમણે વિગતો મેળવી હતી.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીના અધ્યક્ષસ્થાને વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નળ સરોવરના સંરક્ષણ, વિકાસકામોની પ્રગતિ, પ્રવાસીઓ માટેની સુવિધાઓ તથા આગામી સમયમાં હાથ ધરાનારી વિવિધ પહેલ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નળ સરોવર શિયાળાની ઋતુમાં દેશ-વિદેશથી આવતા હજારો યાયાવર પક્ષીઓનું મહત્ત્વપૂર્ણ આશ્રયસ્થાન છે. આ પક્ષીઓના સુરક્ષિત વસવાટ માટે અનુકૂળ વાતાવરણ જાળવવું, તેમના કુદરતી રહેઠાણનું સંરક્ષણ કરવું તેમજ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતા ટકાવી રાખવી જેવી બાબતોને વિશેષ પ્રાધાન્ય આપવા વનમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.

જાહેરાતAdvertisement

નળ સરોવરની પર્યાવરણીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વિકાસ અને પ્રકૃતિ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાય તે દિશામાં કામગીરી કરવા પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ કુદરતી ધરોહરનું જતન કરવાની સાથે તેને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની દિશામાં સંકલિત પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો.

નળ સરોવરને વધુ પ્રવાસન-અનુકૂળ બનાવવાના હેતુથી હાથ ધરવામાં આવેલા પુનર્વિકાસના પ્રોજેક્ટ્સ પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત, પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બોટિંગ સુવિધા પણ જરૂરી અંતિમ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં પુનઃ શરૂ કરવામાં આવશે. આ સુવિધા શરૂ થવાથી નળ સરોવરની મુલાકાતે આવતા પ્રવાસીઓને વધુ સારો અનુભવ મળશે અને પ્રવાસન પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.

આ સાથે જ, નળ સરોવરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટેની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવા, સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા, પ્રવાસન માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા અને ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

નળ સરોવરમાં વધતી પ્રવાસન પ્રવૃત્તિઓનો લાભ સ્થાનિક સમુદાય સુધી પહોંચે તે માટે સ્થાનિક પરિવારો, નાના વ્યવસાયકારો અને પ્રવાસન માર્ગદર્શકોને પ્રવાસન વિકાસની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવી તેમની આર્થિક તકોમાં વધારો થાય તેવા પ્રયાસો કરવા પણ તેમણે જણાવ્યું હતું. પ્રવાસનનો વિકાસ માત્ર મુલાકાતીઓની સંખ્યામાં વધારો કરવા પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપે તે જરૂરી છે.

આ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, સ્થાનિક આગેવાનો, વન વિભાગના અધિકારીઓ તથા વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.