વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ આજે ગાંધીનગર સ્થિત ‘ગીર’ ફાઉન્ડેશન તથા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની સમીક્ષા મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની વિવિધ સુવિધાઓ અને વન્યજીવ સંરક્ષણની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉદ્યાનમાં સાયકલ સવારી કરીને બોટનિકલ ગાર્ડન, સર્પગૃહ, તૃણાહારી પ્રાણી વિભાગ, પક્ષી વિભાગ તેમજ બિડાલ કુળના પ્રાણીઓના વિભાગની મુલાકાત લીધી હતી.

જાહેરાતAdvertisement

આ દરમિયાન ઉદ્યાનમાં પ્રાણીઓની જાળવણી, રહેઠાણની વ્યવસ્થા અને મુલાકાતીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી.

ખાસ કરીને તાજેતરમાં રેસ્ક્યુ કરીને લાવવામાં આવેલા ચોસિંગાના બચ્ચા તેમજ વરુની કરવામાં આવી રહેલી સારસંભાળ અને દેખરેખની કામગીરીની તેમણે સમીક્ષા કરી હતી. વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંભાળ માટે કરવામાં આવતી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવતી વિવિધ ઇકો-એક્ટિવિટીઝમાં પણ ઉત્સાહભેર સહભાગી થયા હતા. પર્યાવરણ શિક્ષણ અને સાતત્યપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતી માટીકામની પરંપરાગત કળાની પ્રવૃત્તિમાં તેમણે જાતે ચાકડા પર માટીના વાસણો બનાવીને ભાગ લીધો હતો. આ માધ્યમથી તેમણે પરંપરાગત કૌશલ્યોને પ્રોત્સાહન આપવા સાથે પ્રકૃતિને અનુકૂળ અને સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

આ ઉપરાંત, ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા કડી યુનિવર્સિટીના નેશનલ સર્વિસ સ્કીમ (NSS)ના સ્વયંસેવકોના સહયોગથી ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આ અભિયાનમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓના સેવાભાવી અભિગમને બિરદાવ્યો હતો અને સ્વચ્છતા તથા પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે યુવાનોની સક્રિય ભાગીદારીને આવકારી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

સમગ્ર મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ શિક્ષણ, પ્રકૃતિ સંરક્ષણ, વન્યજીવ સંભાળ અને જનજાગૃતિના ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉપલબ્ધ સુવિધાઓ, વ્યવસ્થાપન અને વન્યજીવ સંરક્ષણની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરીને તેમણે ‘ગીર’ ફાઉન્ડેશનના અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ મુલાકાતે પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ શિક્ષણ અને જનભાગીદારીના ક્ષેત્રે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ, ડૉ.જયપાલ સિંહ, શ્રી બી.પી. પતિ, નિયામક, ‘ગીર’ ફાઉન્ડેશન તથા શ્રી અમિતકુમાર બી. નાયક, નાયબ નિયામક (આર એન્ડ ડી) સહિત ‘ગીર’ ફાઉન્ડેશનના અધિકારીશ્રીઓ દ્વારા મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.