અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના માંધરી ગામ નજીક આવેલું તળાવ વરસાદના અભાવે હાલ ખાલીખમ પડ્યું છે. ચોમાસામાં પૂરતો વરસાદ ન પડતાં તળાવમાં પાણીની આવક થઈ નથી, જેના કારણે આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના અભાવે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાક મુરઝાઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

માંધરી ગામ સહિત આસપાસના ગ્રામજનો અને ખેડૂતોએ તળાવમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવા રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાને રજૂઆત કરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જો તંત્ર દ્વારા તળાવમાં પાણી નાખવાની યોગ્ય વ્યવસ્થા કરવા માં આવે તો માંધરી, કલ્લેકા, શંકરપુરા કંપા સહિત આસપાસ નાં છ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે મોટો લાભ મળી શકે તેમ છે.હાલ વરસાદની ખેંચ અને પાણીની અછતને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતી પર નિર્ભર પરિવારો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે.આથી ખેડૂતો અને ગ્રામજનોએ રાજ્ય સરકાર તથા સંબંધિત તંત્ર સમક્ષ તળાવ માં તાત્કાલિક પાણી ભરવા ની વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે, જેથી છ ગામોના ખેડૂતોને રાહત મળે અને પાકને બચાવી.