વિશ્વ હિન્દુ પરિષદ, હિંમતનગર જિલ્લા દ્વારા આજે લાભપાંચમીના શુભ અવસરે મેડિકલ ઇક્વિપમેન્ટ કેન્દ્ર ( રૂગ્ણ ઉપયોગી સાધન કેન્દ્ર ) નો શુભારંભ કરવામાં આવ્યો. આ કેન્દ્ર થકી સમાજ ને બેડ, વિહલ ચેર , સ્ટૂલ ચેર , નેબ્યુલાઇઝર, વોકર, યુરિન બોટલ , ice પેક, શેકર વગેરે ઉપલબ્ધ રહેશે. જેમાં સાધન મુજબ ડિપોઝિટ ભરી દૈનિક ૧૦ રૂપિયા સહયોગ શુલ્ક આપવાનો રહેશે .
આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી મણિભાઈ પટેલ ( બજાજ ટાઈલ્સ),વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતમંત્રી શ્રી નલીનભાઈ પટેલ,VHP પ્રાંત સેવા પ્રમુખ શ્રી ધીરુભાઈ લિંબાચિયા,જિલ્લા અધ્યક્ષશ્રી જયેશભાઈ પટેલ ( રંગમહોલ) ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પ્રાંત સેવા પ્રમુખ શ્રી ધીરુભાઈએ રુગ્ણાલય કેન્દ્ર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.ત્યારબાદ શ્રી નલીનભાઈ પટેલે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યો ની જાણકારી આપી નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી . મુખ્ય મહેમાન શ્રી મણિભાઈ પટેલે વિશ્વ હિન્દુ પરિષદ ના સેવાકીય કાર્યો ની નોંધ લઈ આ સેવા કાર્ય ને ખુલ્લું મુક્યું હતું . કાર્યક્રમ ના અંત માં નિમેષભાઈ ત્રિવેદી એ આભારવિધિ કરી હતી . આ કાર્યક્રમમાં બજરંગદળ પ્રાંત અધ્યક્ષ શ્રી ભાવિન પુરોહિત,વિભાગ મંત્રીશ્રી દિપેશભાઈ પટેલ,વિભાગ સહમંત્રી શ્રી હિતેશભાઈ પટેલ વિ.ની વિશેષ ઉપસ્થિતિ રહી.કાર્યક્રમમાં વિવિધ મેડિકલ ઇક્વિપમેન્ટનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ નું સુચારુ સંચાલન શ્રી અજયસિંહ ચંપાવતે કર્યું હતું .

