સાબરકાંઠા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ગૌસેવા આયામ દ્વારા કારતક સુદ આઠમના પવિત્ર દિવસે ગોપાષ્ટમી પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હિંમતનગરના શ્રી ભોલેશ્વર મંદિર, શ્રી ઝરણેશ્વર મંદિર ગૌશાળા, મહેતાપુરા તથા શ્રી પુરાણા હનુમાન મંદિર ગૌશાળા, કાંકરોલ ખાતે ગૌમાતાનું વિધિવત્ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
ગોપાષ્ટમી પર્વ નિમિત્તે ગૌમાતાઓની સાથે નંદી અને વાછરડાઓને કુલ ૩૦ કિલો દેશી ગોળ ખવડાવી ગૌસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિભાગ ગૌસેવા આયામના અધ્યક્ષ વિનોદ અવસ્થી, જિલ્લા સહમંત્રી અજયસિંહ ચંપાવત, મંદિર અર્ચક પુરોહિત અધ્યક્ષ નયન મહેતા, જિલ્લા બજરંગદળ સંયોજક રાજ કનોજિયા, કિરણ દેસાઈ, રોહિતસિંહ ચૌહાણ, પ્રજ્વલ અવસ્થી સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કિરણ દેસાઈએ ગોપાષ્ટમી પર્વના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ગૌમાતાની સેવા, પૂજન અને સંરક્ષણના સંકલ્પ સાથે કાર્યકર્તાઓએ પર્વની ઉજવણી કરી હતી.

